ઉત્તરપ્રદેશ : ઉત્તરપ્રદેશ ના કટની શહેર ના અને વિશ્વકર્મા સમાજ ના મનોજ વિશ્વકર્મા ત્રણ દિવસ ની મહેનત બાદ બનાવી બેટરી થી ચાલતી સાયકલ
પેટ્રોલ અને ડીઝલ ના વધતા ભાવ થી કંટાળી ને લોકો અવનવા જુગાડ શોધતા હોય છે અને અવનવા વિકલ્પો સામે આવે છે. અવાજ ભાવ વધારા સામે લડવા માટે સમાજ ના યુવાને ઇલેક્ટ્રિક સાયકલ નો વિકલ્પ શોધ્યો છે જે એક વાર ચાર્જ કર્યા બાદ 35 કિલોમીટર સુધી નોન સ્ટોપ ચલાવી શકાય છે.
મનોજે કહ્યું કે દેશ માં વધતા ડીઝલ પેટ્રોલ ના ભાવ થી લોકો કંટાળી ગયા છે. આ ભાવ સામે પોતે પણ ઝઝુમી રહ્યો છે. અને આની સામે કેમ લડી શકાય એ ઉદેશય થી તેમને ત્રણ દિવસ ની મહેનત બાદ આ સાયકલ નો આવિષ્કાર કર્યો
સાયકલ કેવી રીતે બનાવી
મનોજે કહ્યું કે પોતા પાસે એક જૂની સાયકલ હતી જેમાં જરૂરી ફેરફાર કર્યા અને બજાર માંથી બેટરી ખરીદી કરી અને ત્રણ દિવસ ની મહેનત બાદ અંતે સાયકલ તૈયાર થઈ.
આ તમામ માહિતી શ્રી કમલેશ પ્રતાપ વિશ્વકર્મા દ્વારા આપવામાં આવી હતી
===========
તમારા સ્નેહીજનો ની શુભેચ્છા, જન્મદિવસ ની શુભેચ્છા તથા તમારા ધંધા ની બહોળી પ્રસિદ્ધિ માટે નજીવા દરે અહીં જાહેરાત આપી શકો છો
વોટ્સએપ 91046 33987
======
Sponsor



