અનેકતા માં એકતા ની મિશાલ આપતો શ્રી વિશ્વકર્મા સમાજ

 અમદાવાદ : શ્રી વિશ્વકર્મા સમાજ એકતા નો સંદેશ આપતો સમાજ છે. જ્યાં સમાજ ના તમામ લોકો એક મેક અને હળીમળીને રહે છે અને એકબીજાને સુખ માં અને દુઃખ માં સહભાગી પણ બને છે.

   આવા દરેક સમાજ ને ઉમદા સંદેશ આપતો બનાવ હાલ માં બન્યો હતો. જેમાં શ્રી વિશ્વકર્મા સમાજ ના હિમાંશુ ભાઈ મુરજી ભાઈ પંચાલ ને રોડ અકસ્માતમાં ગંભીર ઇજા ઓ થઈ હતી. અને ઘણી મેડીકલ સારવાર કરવી પડી હતી જેથી તેમના કુટુંબ ની આર્થિક પરિસ્થિતિ પણ ખરાબ થઈ ગઈ હતી જેમાં SV NEWS તથા અન્ય સંસ્થા ના માધ્યમ થી સમાજ ને માહિતી આપવામાં આવી હતી અને સમાચાર થી સમાજ ના તથા અન્ય સંસ્થા દ્વારા યથા યોગ્ય મદદ કરવામાં આવી હતી.

  હાલ માં તા. 18/7/2021ના  રોજ બાવનગોર પંચાલ સમાજ ના પુરાલ ગામ ના વતની અને હાલ અમેરીકા રહેતા પ્રહલાદ ભાઈ  વેણાભાઇ પંચાલ એ ગઢોડા રહેતા હિમાંશુભાઈ મુરજીભાઈ પંચાલ ને આર્થિક સહાય પેટે રૂપિયા 25.000 મોકલ્યા હતા . જે   સહાય રૂબરૂ જઇ એમને આપવામાં આવી હતી.

   આ સંપૂર્ણ માહિતી અમારા સહયોગી શ્રી ધનજીભાઈ પંચાલ (અમદાવાદ) દ્વારા આપવામાં આવી હતી

===========



ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું