શ્રી વિશ્વકર્મા યુવા સંગઠન ટીમ દ્વારા એક અનોખી પહેલ
સાબરકાંઠા : હાલ પ્રદુષણ નું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે. અને આનું કારણ વૃક્ષો ઓછા થવા ! આ વૃક્ષો ઓછા થવાના કારણે કુદરત પણ આપણા થી રિસાય ગઈ હોય તેવું લાગે છે. આવા સમયે હવે આપણે વૃક્ષો નું મહત્વ સમજાયું છે. સાબરકાંઠા ના 18 થી 25 વર્ષ ના યુવાનો જે શ્રી વિશ્વકર્મા યુવા સંગઠન ચલાવે છે. આ યુવાનો એ હવે બીડું ઝડપ્યું છે ધરતી ને ફરીથી હરિયાળી બનાવવાનું આ શ્રી વિશ્વકર્મા યુવા સંગઠન દ્વારા તા. 27/06/2021 થી તા. 11/07/2021 સુધી અલગ અલગ વિસ્તાર માં જઈ ને વૃક્ષા રોપણ કર્યું હતું. આ યુવાનો દ્વારા આસપાસ ના ગામડા ઓ પોતે જાતે જઈ અને વૃક્ષા રોપણ ના કાર્યક્રમ કરી અને લોકો ને નવો સંદેશ આપ્યો અને જાતે વૃક્ષા રોપણ પણ કર્યું હતું. આ અભિયાન માં સમાજ ના મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા અને આ અભિયાન ને સફળ બનાવ્યું હતું.
આ તમામ માહિતી અમારા સહયોગી ધાર્મિક ભાઈ પંચાલ દ્વારા આપવામાં આવી હતી.
=========
Sponsor

















