મોરબી માં આવેલ ડો.ભાડેસિઆ હોસ્પિટલમાં હવે લોકો ને મળશે એક કરતાં વધારે સારવાર

મોરબી : " ભાડેસિઆ હોસ્પિટલ " મોરબી માં 1993 થી કાર્યરત છે.
    ડો. ભાડેસિઆ સાહેબ RSS સાથે જોડાયેલા છે. અને સમાજ સેવા માં સારી એવી નામના મેળવી છે. ડો. સાહેબ શ્રી વિશ્વકર્મા સમાજ ના ગુર્જર સુથાર જ્ઞાતિ ના છે.
    આ હોસ્પિટલમાં માં હવે નવા રંગ રૂપ સાથે તા. 12/07/2021 થી તેમના પુત્ર ડો. પ્રણવ ભાડેસિઆ કે જેમણે અમદાવાદ ની સિવીલ હોસ્પિટલ, કરમસદ ની ક્રિશ્ના હોસ્પિટલ તથા અમદાવાદ ની લીટલ ફ્લાવર હોસ્પિટલ ના અનુભવ સાથે આ હોસ્પિટલમાં જોડાયેલા છે.
    ડો. પ્રણવ ભાડેસિઆ આ હોસ્પિટલમાં જે બાળક એક મહિના થી નાના હોય તથા કાચા જન્મેલા તથા જન્મ થી મુશ્કેલી વાળા અને અન્ય બાળ રોગો નો વિભાગ નું કાર્ય કરશે.
    આ સાથે ભાડેસિઆ કુટુંબ ની દીકરી ડો. ભુમી બેન ભાડેસિઆ જે કચ્છ ભુજ માં આવેલી અદાણી હોસ્પિટલ માંથી M.S. (ENT) ની ડિગ્રી હાસિલ કરી અને આ હોસ્પિટલ માં કાન,નાક,ગળા ના રોગો ની સારવાર આપશે.
   આ નવા વિભાગ નું ઉદ્દઘાટન અષાડી બીજ તા. 12/07/2021 ના રોજ પરિવાર ના વડીલો ના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. અને આ ઉદ્દઘાટન માં સ્વામિનારાયણ સંપ્રદાયના BAPS ના પૂજ્ય શ્રી હરિસ્મરણ સ્વામી અને સાથે સરસ્વતી નિકેતન આશ્રમ ના સંત અને જાણીતા લેખક ભાણ દેવજી એ આશિષ વચન આપ્યા હતા.
   આ ઉદ્દઘાટન સમારંભ માં નજદીક ના સ્નેહીજનો, મિત્રો અને ડોક્ટરો એ હાજરી આપી હતી. હવેથી આ હોસ્પિટલમાં માં બાળકો માટે તથા કાન,નાક,ગળા માટે નો વિભાગ શરૂ કરી અને લોકો માટે એક નવી સુવિધા નો ઉમેરો કરવામાં આવ્યો છે.
     આ હોસ્પિટલમાં માં ટુક સમય માં ડો. ભાડેસિઆ સાહેબ ની પુત્ર વધુ ડો. માયા ભાડેસિઆ દાંત ની સારવાર માટે નો વિભાગ પણ શરૂ કરવા જઈ રહ્યા છે.

=========
Advertisement

શુભેચ્છા જાહેરાત, એનિવર્સરી, જન્મદિવસ ની તથા તમારા વ્યવસાય ની જાહેરાત નોર્મલ ચાર્જ માં આપવામાં આવશે
વોટ્સએપ : 9104633987


ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું