હાલ કોરોની મહામરી ચાલી રહી છે ત્યારે પ્લાઝમા બ્લડ, અને બ્લડ ની આવશ્યકતા વધી ગઈ છે. આ જરૂરત ને પહોંચી વળવા માટે બનાસકાંઠા ના વાવ તાલુકા ના ઢીમા વિશ્વકર્મા મંદિર ખાતે સમસ્ત સુથાર સમાજ ના યુવાનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.
બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન થરાદ તથા વાવ માં પ્રથમ વખત કરવામાં આવ્યું હતુ આ કાર્યકમ માં સુથાર સમાજ ના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા. આ તમામ કાર્યકમ સરકારશ્રી ની કોરોના ગાઈડ લાઈન મુજબ કરવામાં આવ્યો હતો આ બ્લડ ડોનેશન કેમ્પ ની શરૂઆત મુકેશ ભાઈ સુથારે પ્રથમ રકતદાન કરી ને કરી હતી.
આ કેમ્પ માં સુથાર સમાજ ના યુવાનો ના ઉત્સાહ સાથે ટોટલ 62 જેટલી બોટલ બ્લડ ડોનટ કરવામાં આવી હતી આ તમામ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સુથાર સમાજ ના યુવા કાર્યકરો માં ધીરજ ભાઈ સુથાર, પ્રકાશ ભાઈ સુથાર, અને અશોક ભાઈ સુથાર એ જહેમત ઉઠાવી અને કાર્યકમ ને સફળ બનાવ્યો હતો સુથાર સમાજ ના તમામ કાર્યકરો એ બ્લડ ડોનેશન કેમ્પ ને સફળ બનાવવા માટે સમાજ નો તથા દ્વારિકાધીશ ગૌ રક્ષક ગ્રુપ નો આભાર માન્યો હતો.

