શ્રી વિશ્વકર્મા સમાજ ના શ્રી મનોજભાઈ વસંતરાય દુઘૈયા (ગજ્જર) એ સમાજ સેવા નું ઉમદા કાર્ય કરી અને સમાજ ને એક નવી રાહ બતાવી છે તે સામાજિક કાર્ય માં હર હમેશા તત્પર રહેજ છે પરતું હાલ માં તા ૦૭/૦૫/૨૦૨૧ ના રોજ પોતાનો ૩૪ મો જન્મ દિવસ હતો ત્યારે આ કોરોના કાળ માં પોતાનો જન્મદિવસ ની ઉજવણી કરવાનું મોકૂફ રાખી અને અને સમાજસેવા કરવાનું વિચાર્યું અને પોતાના ગામ ભીમાસર (કચ્છ) માં શ્રી ભીમાસર ચકાસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં તેમને સેવાકીય પ્રવૃતિઓ કરીને 50 રેપિડ ટેસ્ટ નું દાન કરીને અને જન્મદિવસ ની સાર્થક ઉજવણી કરી હતી અને પોતાનું ગામ કોરોના મુક્ત એ માટે પોતાનું યોગદાન આપ્યું હતું
આ સાથે તેમને એક નિયમ પણ લીધો કે જયા સુધી પોતાનું ગામ ભીમાસર ચકાસર (કચ્છ) કોરાના મુક્ત નહી બને ત્યાં સુધી તે ગામ ની સેવાકીય કાર્ય માં સતત પ્રયત્નશીલ રહેશે અને સતત સમાજ ના કાર્યો કરતા રહેશે
આવીજ રીતે દરેક યુવાન જો આગળ આવશે તો આપણે
કોરોના સામેની લડાઈ અવશ્ય જીતીશું





