પ્રકૃતિ ને જીવંત રાખવા અને આવા લીલાછમ વૃક્ષો ને પાછા ઉગાડવા શ્રી વિશ્વકર્મા સમાજ આવ્યો આગળ


       આજે કોરોના ની મહામારી ચાલી રહી છે ચારે બાજુ ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે ત્યારે આપણે પ્રકૃતિ નું મહત્વ સમજાય છે, અને આપણે કરેલી પ્રકૃતિ સાથે ની છેડછાડ ની ભુલ સમજાય છે, હવે આ લીલાછમ વૃક્ષો, પક્ષીઓ નો મધુર આવાજ આપણે મીઠો લાગવા લાગ્યો છે અને આ વૃક્ષો નો મહિમા હવે સમજાય છે.

      આ પ્રકૃતિ ને જીવંત રાખવા અને આવા લીલાછમ  વૃક્ષો ને પાછા ઉગાડવા શ્રી વિશ્વકર્મા સમાજ આગળ આવ્યો છે.  પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન દ્વારા એક અભિગમ ઉપાડવામાં આવ્યો છે.  

        હાલ આપણે જોઈએ છીએ કે કોરોના મહામારીમાં ઓક્સિજનની કિંમત આપણે સમજી ગયા છીએ હવે આવનાર પેઢી ને આવી પરીક્ષિતી નો સામનો ના કરવો તે માટે  ટીમના  દરેક સભ્યો દ્વારા  ઘર આગળ એક વૃક્ષ વાવી ને તેનું જતન કરવાનું નક્કી કરવા માં આવ્યું હતું.  જેમાં દરેક સભ્યો પોતાના ઘર આગળ એક છોડ અને વૃક્ષ વાવ્યું અને  પોતાનું  યોગદાન આપ્યું આ રીતે સમાજ નો દરેક વ્યક્તિ પહેલ કરે તો વાતવરણ કેટલું સુંદર લાગે !

        પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન દ્વારા  જણાવવામાં આવ્યું કે ઓક્સિજન માટે દોડીયે છીયે ભવિષ્યમાં પાણી ન ટીપાં માટે ના દોડવું પડે તે પહેલા વૃક્ષ ને પરિવાર નું સભ્ય બનાવીએ દરેક વિશ્વકર્મા વંશજો ને વિનંતી છે પોતાની ઘર આગર એક વૃક્ષ કે છોડ વાવે


ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું