અત્યારે કોરોના ના કારણે પરિસ્થિતિ ઘણી વિકટ બની ગઈ છે. અને કોરોના ની બીજી લહેર ઘણી ઘાતક પુરવાર થઈ છે. આ લહેરમાં દર્દી ને શ્વાસ લેવા માં તકલીફ પડે છે જેથી ઓકસીજન ની ખપત પણ વધી ગઈ છે આવા સમયે દર્દીઓ માટે શ્રી વિશ્વકર્મા સમાજ આગળ આવ્યું છે અને દર્દીઓ માટે સેવા શરૂ કરી છે
ગોંડલ માં શ્રી મચ્છુ કઠીયા લુહાર જ્ઞાતી મંડળ અને શ્રી જે.પી.પિત્રોડા ( સુરેશ્વર ) ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલના સયુકત ઉપક્રમે ફ્રી સેવા નું આયોજન કરવામાં આવ્યુ છે.
આ સેવા માં કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા અને ઘરે હોમ આઇસોલેટ રહેલા દર્દીઓ માટે ઓકસીજનના બાટલા રીફલીંગ કરી આપવાની સુવિધા વિનામુલ્ય કરી આપે છે. જેથી દર્દી સરળતા થી ઓકસીજન મેળવી શકે.
