કોરોના ની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શ્રી વિશ્વકર્મા સત્સંગ મંડળ સુરત તરફથી એક સેવાયજ્ઞ કાર્ય શરૂ કરવામાં આવેલ છે જેમાં સમાજમાં કોઈપણ વ્યક્તિનું દુઃખદ અવસાન થયું હોય તે નિમિતે ઉત્તર ક્રિયા માટે સૈયા સામગ્રી કીટ એટલે કે સૈયા દાન આપવાની વિધિ હોય છે. આ આધુનિક યુગ અને ભાગ દોડ ની જીંદગી માં અમુક શાસ્ત્રો ની ક્રિયા ઓછી થતી જાય છે અને આ મોઘવારી માં ઘણા લોકો આમાં પહોંચી પણ નથી શકતા. આવી ઉતરક્રિયા માટે હવે શ્રી વિશ્વકર્મા સમાજ ની સંસ્થા ઓ આગળ આવી છે અને આવા કાર્યો હવે સંસ્થાઓ તરફ થી કરી આપવામાં આવે છે આવીજ એક સંસ્થા શ્રી વિશ્વકર્મા સત્સંગ મંડળ સુરત
શ્રી વિશ્વકર્મા સત્સંગ મંડળ સુરત તરફથી આ ઉત્તરક્રિયા માટે સૈયા સામગ્રી કીટ એટલે કે સૈયા દાન આપવામાં નું નક્કી કરવામાં આવ્યું છે તેમજ ઉત્તર ક્રિયા ને દિવસે બપોરનું ભોજન પ્રસાદ વ્યવસ્થા પણ મંડળ તરફથી કરવામાં આવશે. શૈયા સામગ્રી કિટ માં સ્ટીલ પલંગ, ગાદલું, ઓછાડ, ઓશીકુ, ઓશીકા કવર, શાલ, રૂમાલ, આસન, નેપકીન, પિત્તળ થાળી, પિત્તળ વાટકી, ૨ કપ રકાબી, ગ્લાસ, ચમચી, ભાતનો ડબ્બો, છત્રી, માળા, નિત્ય પોથી પુસ્તક, ચંપલ, જેવી વસ્તુ ઓ આપવાં માં આવે છે. આ પ્રથમ કિટના દાતાશ્રી અશોકભાઈ છગનભાઈ માંડવીયા છે. સમાજ ના પરિવાર તેમજ સગા - સંબંધી માં આવી દુ : ખદ ઘટના બને તો શ્રી વિશ્વકર્મા સત્સંગ મંડળ ને આ સેવા નો લાભ લેવા માટે કોઈપણ સભ્યોને જાણ કરી શકે છે. વિશ્વકર્મા સત્સંગ મંડળ દ્વારા પોતાના સર્વિસ નંબર પણ આપવામાં આવ્યો છે સંસ્થા નો મોબાઈલ નંબર છે 7698250003, ઉત્તરક્રિયા ના ભોજન પ્રસાદ માટે મર્યાદિત વ્યક્તિઓ માટે નક્કી કરવામાં આવ્યું છે.
તમામ માહિતી : શ્રી અશ્વિનભાઈ જાદવાણી

