આ કપરી પરિસ્થિતિ માં શ્રી વિશ્વકર્મા સમાજ દ્વારા માનવતા મહેકી

    

શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર જ્ઞાતિ યુથફોરમ (નવાવાડજ) અમદાવાદ દ્વારા મર્યાદિત સમય માટે (કોરોના પ્રભાવિત માટે સમય મર્યાદા પુરતુ) અન્નસેવા ક્ષેત્ર યુથફોરમ વાડીમાં શરૂઆત કરવામાં આવેલ છે. આ સેવા ફક્ત સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર જ્ઞાતિ પરિવાર માટે કરવામાં આવી છે.


     કોરોના ની મહામારીની બીજી લહેરે લોકોને ભયભીત કરી નાખ્યા છે અને કહેર મચાવી દીધો છે. આ સંક્રમણથી થતી બિમારીની ચિંતા સતાવતી હોય તે તો ખરુ પરંતું ઍનાથી વધુ ધુંધળુ અને પરેશાન કરતું ચિત્ર બેરોજગારીનું સર્જાયું છે, ઘણા ઍવા પરિવારો છે.જેમની પાસે.કામ નથી અને તેના કારણે આર્થિક સંકટમાં મુકાય ગયા છે. ન કહેવાય ન સહેવાય તેવી પરિસ્થિતિ થઇ ગઈ છે આ કપરા સમયે આવા આપણા જ પરિવારને હુંફ આપવા અને થોડાક અંશે મદદરુપ થવાય તે હેતુસર સમાજવાડીમાં જ અન્નસેવા ચાલું કરવાનું તારીખ-૧૧/૪/૨૧ના રોજ મળેલ સમિતિની મિટિંગમાં નક્કી કરવામાં આવ્યુ છે


     આ સેવા માટે બપોર નું તથા સાંજ નું ભોજન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. અસરગ્રસ્ત અને જરૂરિયાતમંદ આપણા પરિવારો આનો લાભ લઈ શકશે.આ ઉમદા કામ તા. ૧૭/૪/૨૧ થી શરૂઆત કરી દેવા માં આવી છે અને તા.૧૬/૫/૨૧ સુધી આનો લાભ લાભાર્થી લઇ શકશે. ત્યારબાદ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સમિતિ દ્વારા આ અભિયાન આગળ ચાલુ રાખવું કે કેમ? અંને  કયા સુધી ચાલુ રાખવું ? તેનો નિર્ણય લેવામાં આવશે. જમવા માટે ફુડપેકટસ્ તૈયાર કરીને આપવામાં આવે છે.

     અંતઃકરણપૂર્વકથી  આભાર અભિવ્યક્ત કરીઍ કે ઉદારચરિત અનુદાતાઑઍ અત્યાર સુધીમાં રૂ-૫૫,૦૦૦/-આ ઉમદા કાર્ય માટે અનુદાન  ઉદારતાથી અર્પણ કરી અને આ કાર્ય માટે પ્રેરણા ઉર્જા પુરી પાડેલ છે. ધન્યવાદ દાનીઑનો પ્રત્યેક દિન ૭૦ થી ૮૦ ફુડપેકટસનું વિતરણ કરવામાં આવે છે સમાજ નો સમુદાય આ વ્યવસ્થાથી હર્ષિત છે અને સરાહનાના શબ્દોથી નવાજે છે.  તો શ્રી વિશ્ર્વકર્માદાદા અને માં.રાદંલની કૃપાથી તારીખ ૧૭/૪/૨૧થી આ અન્નસેવા શરૂ થઈ ગયેલ છે અને જરુરીયાતમંદો સમાજ ના વ્યક્તિઓ મોટા પ્રમાણ માં આનો લાભ લે છે.

તમામ માહિતી : શ્રી શાંતિભાઈ ખોડલીયા


ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું