ઝારખંડ ના પ્લામુ માં વિશ્વકર્મા સમાજ નું નામ રોશન કરનાર વિકાસ વિશ્વકર્મા
વિકાસ વિશ્વકર્મા ની યાદ રાખવાની મેમરી ગજબ ની છે કે અગિયાર મિનિટ માં એકશો પંચાવન દેશ ના નામ, રાજધાની, તેમનું ચલણી નાણું, અને દેશ નું ક્ષેત્રફળ એક શ્વાસ માં રોકાયા વગર બોલે છે.
વિકાસ વિશ્વકર્મા ઝારખંડ ના પ્લામું જિલ્લા ના કરકાંટા ગામ નો રહેવાસી છે. તેમના માતા પિતા ખેત મજુર કરે છે અને એક સામાન્ય પરિવાર ના છે.
વિકાસ ની ઇચ્છા હવે ગિનિસ બુક પોતાનું નામ સ્થાપિત કરવાની છે. આ માટે ઝારખંડ નો વિશ્વકર્મા સમાજ પણ તેમને પુરેપુરો સહયોગ આપવા આગળ આવ્યો છે.
વિશ્વકર્મા સમાજ ના અગ્રણી ઓ વિકાસ ની મુલાકાત પલામુ જિલ્લાના કરકટા ગામે લીધી જેમાં ઝારખંડ પ્રદેશ વિશ્વકર્મા સમાજના પલામુ જિલ્લા પ્રમુખ શ્રી મનોજકુમાર વિશ્વકર્મા, જિલ્લા પ્રમુખ સાથે, ઉતારી બ્લોકના તમામ અધિકારીઓ અને જિલ્લા અધિકારીઓ પણ સાથે હાજર રહ્યા હતા. અને વિકાસ તથા તેમના માતા પિતા ને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી. અને આશ્વાસન આપ્યું હતું કે વિકાસ માટે તમામ સાથ માટે વિશ્વકર્મા સમાજ તેમની સાથે છે.



