શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ , રાજકોટ દ્વારા અનોખો સન્માન કાર્યક્રમ


  શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ - રાજકોટ સમગ્ર વિશ્વકર્મા વંશજ માટે સામાજિક ઉત્કર્ષનું કાર્ય કરતી સેવા સંસ્થા છે. ઇલોરગઢ મહંત પૂ. મહેન્દ્રબાપુની પ્રેરણાથી તા. ૦૩-૦૩-૨૦૧૦થી વિશ્વકર્મા વંશજ જ્ઞાતિઓ લુહાર , સુથાર , કડિયા , કંસારા , સોની સમાજના સૌ કોઇ ભાઇ-બહેનો આ સંસ્થાના સેવા કાર્યો તથા સામાજિક યોજનામાં જોડાઇ શકે છે. શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ - રાજકોટના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી રસિકભાઇ ધનજીભાઇ વાઘસણા, ટ્રસ્ટી શ્રી અરવિંદભાઈ આર. ગંગાજળીયા, શ્રી મનિષભાઇ મારૂ, શ્રી પ્રદિપભાઈ કરગથરા, શ્રી હિતેષભાઇ સંચાણીયા, શ્રી રમણિકભાઇ પાટણવાડીયા તથા શ્રી શૈલેષભાઈ આઇ. ધોરાજીયા તથા શ્રી હિતેષભાઇ જી. દાવડા શ્રી વિશ્વકર્માજી પ્રચાર - પ્રસાર સાહિત્ય ઉપરાંત વિશ્વકર્મા વંશજ માટે અનોખી યોજના "પરિવાર સહાય યોજના" વૃધ્ધો, નિરાશ્રીતો માટે તબીબી સહાય યોજના તથા રાજકોટ શહેર માટે પરિવારના દુઃખદ બનાવ વખતે સ્મશાનયાત્રા બાદનું એક ટાઇમનું નિઃશુલ્ક ભોજન સેવાકાર્ય કરી રહેલ છે. શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ - રાજકોટ દ્વારા તા. ૦૩-૦૩-૨૦૨૧ બુધવારના રોજ શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ - રાજકોટ સ્થળે બપોરના ૩.૩૦ કલાકથી સંસ્થાના વફાદાર અને તન-મન-ધનથી સેવાધારી એવા ગુમાવેલા અગ્રણીઓ માટે પરિવારને મરણોત્તર એવોર્ડ ( સન્માન ) એનાયત તથા સંસ્થાના તમામ સેવાકાર્યોમાં ખોબલે - ખોબલે ધન આપનાર ભામાશા સમાન દાનવીર દાતાશ્રીઓના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. સૌ પ્રથમ ઉપસ્થિતોએ સ્વર્ગસ્થ આત્માઓને મૌનથી શ્રધ્ધાંજલિ આપી. દીપ પ્રાગટ્ય શ્રી ઇલોરગઢ (વેરૂડ) મહંત પૂ. મહેન્દ્રબાપુ, શ્રી અરવિંદભાઇ આર. સોંડાગર (અધ્યક્ષશ્રી, ગુર્જર સુતાર પ્રગતિ મંડળ - રાજકોટ), શ્રી રસિકભાઇ ડી. બદ્રકિયા (પ્રમુખશ્રી , ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ), શ્રી કિશોરભાઇ ટી. જાદવાણી (અધ્યક્ષશ્રી, રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ), શ્રી મહેન્દ્રભાઈ વડોદરીયા (મેનેજીંગ ટ્રસ્ટી, મેવાડા સુતાર જ્ઞાતિ - રાજકોટ), શ્રી કંચનબેન રાજેશભાઇ સિધ્ધપુરા (કોર્પોરેટરશ્રી , વોર્ડ નં . ૧૬ , રા.મ્યુ.કો.), શ્રી રસિકભાઇ ધનજીભાઇ વાઘસણા (મેનેજીંગ ટ્રસ્ટીશ્રી, શ્રી વિશ્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટ - રાજકોટ), શ્રી પરેશભાઇ જી. ધોરાજીયા, શ્રી મનહરભાઈ કરગથરા, શ્રી અનિલભાઇ સુદ્રા તથા શ્રી યોગીનભાઇ છનીયારા - પ્રમુખશ્રી ગુર્જર સુતાર કન્યા છાત્રાલય - રાજકોટ, શ્રી યોગેશભાઇ સોલંકી - લુહાર સમાજ અગ્રણીઓ દ્વારા ભગવાન વિશ્વકર્માજીની સમક્ષ કરવામાં આવ્યું.

  ઉપસ્થિત સૌ આમંત્રીતો, મહેમાનોનું સ્વાગત બુકે નહીં બુકથી કરવામાં આવ્યું. જેમાં પૂ. મહેન્દ્રબાપુને શાલ તથા બુક મેનેજીંગ ટ્રસ્ટીશ્રી રસિકભાઇ વાઘસણા તથા ટ્રસ્ટીશ્રી અરવિંદભાઇ ગંગાજળીયા દ્વારા આપવામાં આવેલ. શ્રી વિશ્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટ - રાજકોટના સેવાના સહભાગી શ્રી જમનભાઇ સિનરોજા , શ્રી જગદિશભાઇ પાટણવાડીયા, શ્રી પ્રાણજીવનભાઇ દુદકીયા , શ્રી જગદિશભાઇ સાંકડેચા , શ્રી નરેશભાઇ જાદવાણી , શ્રી રાજેશભાઇ ગન્દર , શ્રી કિશોરભાઇ બકરાણીયા , શ્રી દિનેશભાઇ ધોરાજીયા વિગેરે દ્વારા ઉપસ્થિતોને બુક આપી સ્વાગત કરવામાં આવ્યું . ભારતીય સંસ્કૃતિ અનુરૂપ શબ્દપુષ્પ દ્વારા મેનેજીંગ ટ્રસ્ટી શ્રી રસિકભાઇ ડી . વાઘસણા દ્વારા સૌનું હદયના ઉમળકાતી સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું . આ તકે ઉપસ્થિત સૌ કોઈને અને વિશ્વકર્મા વંશ તમામ પરિવારો સંસ્થાની વિવિધ સેવા યોજનામાં જોડાઇ સંગઠન સેવા સાથે સામાજિક ઉત્કર્ષ પ્રવૃત્તિને વેગવંતી બનાવે તેવી હાર્દિક અપીલ કરી . શ્રી વિશ્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટ - રાજકોટના ધાર્મિક , સામાજીક સેવાકાર્યોના ભેખધારી , તન - મન ધનથી સહયોગ આપનારા એવા આપણી વચ્ચેથી વિદાય લીધેલ સાત અગ્રણીઓને મરણોત્તર સન્માન (આત્મ ગૌરવ એવોર્ડ) થી તેમના પરિવારજનોને સન્માનિત કરવામાં આવ્યા . જેમાં (૧) સ્વ . ઇશ્વરભાઇ ટપુભાઇ ધોરાજીયા , (૨) સ્વ . દયાળજીભાઇ વીરજીભાઇ મારૂ , (૩) સ્વ . લાલજીભાઇ નાનજીભાઇ ગજજર , (૪) સ્વ . રાજેશભાઇ વિઠ્ઠલભાઇ અંબાસણા , (૫) સ્વ . મનસુખભાઈ જગજીવનભાઈ વડગામા , (૬) સ્વ . ગીરીશભાઇ ચંદુભાઈ વઢવાણા , (૭) સ્વ . ગોપાલભાઈ અમરશીભાઈ દાવડા - જસદણ વતી તેમના પરિવારોને પૂ . મહંત શ્રી મહેન્દ્રબાપુના વરદ્ હસ્તે ‘ ‘ આત્મ ગૌરવ સન્માન ’ ’ એનાયત કરવામાં આવ્યું . પ્રાસંગીક ઉદ્બોધનમાં શ્રીમતિ કંચનબેન રાજેશભાઇ સિધ્ધપુરા (કોર્પોરેટર , વોર્ડ -૧૬ , રા.મ્યુ.કો.) એ જણાવ્યું કે વિશ્વકર્મા વંશજ માટે ઉત્કૃષ્ટ સેવાની કામગીરી કરતી શ્રી વિશ્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટ - રાજકોટની સેવા અવર્ણનીય છે , ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા .

  શ્રી યોગેશભાઇ સોલંકી (પ્રમુખશ્રી , લુહાર સેવા સમાજ -રાજકોટ) પોતાના ઉદ્ધોધનમાં સંસ્થાની પરિવાર સહાય યોજના , તબીબી સેવા અને સ્વજનના મૃત્યુ પ્રસંગે એક ટાઇમ નિઃશુલ્ક ભોજન સેવાને બિરદાવી સંસ્થાના સેવા કાર્યોની સરાહના કરી . શ્રી મનહરભાઈ કરગથરા (પૂર્વ અધ્યક્ષશ્રી , શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ - રાજકોટ) પોતાના ઉબોધનમાં સંસ્થાના સેવા કાર્યો બદલ તમામ ટ્રસ્ટીગણ અને સેવાના સહભાગીઓને અભિનંદન પાઠવ્યા અને વિશ્વકર્મા વંશજ જ્ઞાતિઓને સેવા કાર્યથી જોડવાના પ્રયાસને બિરદાવ્યો . શ્રી કિશોરભાઇ જાદવાણી (અધ્યક્ષશ્રી , રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ) , શ્રી યોગીનભાઇ છનીયારા (પ્રમુખશ્રી ગુર્જર સુતાર કન્યા છાત્રાલય - રાજકોટ) તથા શ્રી અરવિંદભાઇ આર . સોંડાગર (અધ્યક્ષશ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ - રાજકોટ) પોતાના પ્રાસંગીક ઉદ્બોધનમાં સંસ્થાની પરિવાર સહાય યોજનાની સરાહના કરી સૌ કોઇ વિશ્વકર્મા વંશજ આ યોજનામાં જોડાય તેવી આશા વ્યક્ત કરી . ઉપરાંત શ્રી નવિનભાઈ પાટડીયા સેવાના સહભાગીએ પણ પોતાની શુભકામના વ્યક્ત કરી .

  શ્રી વિશ્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટ - રાજકોટની સામાજિક સેવા કાર્યોની ગાથામાં શ્રી રમણિકભાઇ આર . પાટણવાડીયાએ જણાવ્યું કે શ્રી વિશ્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટનો મુખ્ય ઉદેશ્ય ભગવાન શ્રી વિશ્વકર્માજીના પ્રચાર - પ્રસાર સાથે ધાર્મિક પુસ્તકો પ્રકાશન ઉપરાંત સ્વજનની હયાતી બાદ પરિવારને ખૂબ મોટી આર્થિક હૂંફ આપતી યોજના પરિવાર સહાય યોજના ' ' કે જેમાં દેશના કોઇપણ વિશ્વકર્મા વંશજ ભાઈ- બહેનો જેઓની ઉંમર ૧૮ થી ૬૦ વર્ષની હોય તે આ યોજનામાં સભ્ય થઇ શકે છે અને વાર્ષિક માત્ર પંદરસો ભેટથી પરિવાર સહાય યોજનાનો લાભ મળી શકે છે . જેમાં જરૂર ઉભી થયે ભરેલ પૈસા (રકમ) ની મળવાપાત્ર રકમમાંથી ૨૫ % મેડીકલ લોન સ્વરૂપે પણ મળી શકે છે . હાલમાં આ યોજનામાં ૭૫૦ સભ્યો નોંધાયેલા છે . એવી જ વૃધ્ધો , નિરાશ્રિતો માટેની “ તબીબી સહાય યોજના'માં નોંધાયેલા ૧૦૦ નિરાધારોને દર છ મહિને ચેકથી મેડિકલ સહાય આપવામાં આવે છે . રાજકોટ શહેર માટે આ વર્ષ વિશ્વકર્મા વંશજ પરિવારો માટે શરૂ થયેલ સ્વજનના અવસાન સમયે એક ટાઇમ નિઃશુલ્ક સાદુ ભોજન પુરૂ પાડવામાં આવે છે . વધુને વધુ પરિવારો સંસ્થાના સેવા કાર્યોમાં જોડાઈને યથાયોગ્ય યોગદાન આપે તેમ જણાવ્યું . શ્રી વિશ્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટ - રાજકોટને શરૂઆતથી આજ સુધી સેવા કાર્યો માટે આત્મનિર્ભર બનાવવા માટે સહયોગ આપનાર દાનવીરો દાતાશ્રીઓ કુલ ૩૬ ને મહાનુભાવોના વરદ્ હસ્તે શાલથી સન્માનીત કરવામાં આવ્યા . કાર્યક્રમની આભારવિધી ટ્રસ્ટી શ્રી પ્રદિપભાઈ કે . કરગથરાએ સંભાળેલ જ્યારે સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન શ્રી રમણિકભાઇ આર . પાટણવાડીયા ( માનદ્ મંત્રીશ્રી , શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ રાજકોટ ) દ્વારા પોતાની આગવી અને મધુર શૈલીમાં કરવામાં આવ્યું . કાર્યક્રમના અંતે સૌ માટે ગરમા - ગરમ ભજીયા ( રસોડા વ્યવસ્થા ) શ્રી રમેશભાઇ ગંગાજળીયા ટ્રસ્ટી શ્રી ગુ.સુ. પ્ર.મંડળ , શ્રી મથુરભાઇ આર . પાટણવાડીયા - ઉપાધ્યક્ષ શ્રી ગુ.સુ.પ્ર.મંડળ- રાજકોટ , શ્રી વિમલભાઇ સોંડાગર , શ્રી અનિલભાઇ વાઘસણા , શ્રી મનિષભાઇ મારૂ , શ્રી કેતનભાઇ સોલગામા તથા બહેનો માટે વ્યવસ્થા શ્રી માધવીબેન વાઘસણા , શ્રી ઉષાબેન મારૂ , શ્રી પ્રિતીબેન પાટણવાડીયા , શ્રી જયનાબેન વાઘસણા , શ્રી રસિલાબેન પાટણવાડીયાએ સંભાળેલ . કાર્યક્રમ પૂર્ણ થયે ૧૫૦ થી વધુ આમંત્રીતો , સભ્યો ભાઇ - બહેનોએ અલ્પાહારનો આસ્વાદ લીધેલ . સૌને જય વિશ્વકર્મા લેખન રજુઆત : રમણિકભાઇ પાટણવાડીયા  (સેવાભાવીશ્રી , શ્રી વિશ્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટ - રાજકોટ)

AD

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું