હળવદ રોટરી ક્લબ અને વિશ્વકર્મા ગ્રુપ દ્વારા હળવદ શહેરમાં ચકલી ઘર નું વિતરણ

વિશ્વ ચકલી દિવસ
    હળવદ રોટરી ક્લબ અને વિશ્વકર્મા ગ્રુપ દ્વારા હળવદ શહેરમાં ચકલી ઘર નું વિતરણ કરવામાં આવેલ
   20 માર્ચ ઍટલે વિશ્વ ચકલી દિવસ. આધુનિકરણ અને શહેરીકરણને કારણે ચકલીઓ લુપ્ત થતી જાય છે શંભુભાઈ મિસ્ત્રી એક એવી વ્યક્તિ છે જે લુપ્ત થતી ચકલીની સંખ્યામાં વધારો માટે 10 વર્ષ થી તે પ્રવૃત્તિ કરે છે.
    વિશ્વમાં કુલ 169 પ્રકારની ચકલીઓ છે જેમા ભારતમા 62 પ્રકારની ચકલીઓ જોવા મળે છે એક સમય હતો કે જયારે જુનવાણી મકાનો હતા જેમાં નળિયા.કે પીઢયા હતા અને મકાનો ની બાંધણી ના કારણે ચકલી ઓ ને પોતાના માળા માટે ખાચા મળી રહેતા હતા. પરંતુ આજે સિમેન્ટ ના મકાનો કારણે ચકલી ઓ ને વસવાટ કરવો મુસ્કેલ બની ગયો છે. જેથી ચકલી ઓ શહેર થી દુર ના જંગલો પસંદ કરે છે . તેથી રોટરી કલબ ઓફ હળવદ ના સહયોગથી હળવદ શહેરમાં ઘણા સમયથી શંભુભાઈ અને વિશ્વકર્મા ગ્રુપ ચકલી માટે લાકડાના મજબૂત ચકલી બનાવી લોકો ને આપે છે
   ચકલી પ્રેમી શંભુભાઈ ને રોટરી કલબ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા લોકોમાં જાગૃતિ આવે અને પોતાનાં ઘર અને મંદિરમાં ચકલીના માળા લગાવી ને ચકલીઓની રખેવાળી શરુ કરી છે. જેના કારણે આજે શહેરના મોટાભાગના વિસ્તારમાં ચકલીઓ આવતી થઇ અનેક જગુતા નવતર અભિગમ સાથે એક પહેલ કરીને નાગરિકોને ચકલી બચાવવા માટે પ્રોતસાહિત કરે છે.ત્યારે જો દરેક લોકો આ રીતે ચકલીને બચાવવા માટે પહેલ કરે ચકલી ને બચાવી શકીશુ આ આયોજનમાં સીનીયર સીટીઝન ક્લબ હળવદ વિશ્વકર્મા ગ્રુપ ના સભ્યો ગૌતમભાઈ ભરતભાઈ ગોપાલભાઈ આયોજનને સફળ બનાવેલ
માહીતી : શભું ભાઈ મિસ્ત્રી
=====   Advisement =====


ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું