મહિલા સશક્તિકરણ નું ઉદાહરણ પન્ના બેન ગજ્જર

 પન્નાબેન ગજ્જર નું પુરું નામ પન્નાબેન વી. સીતાપરા (ગુર્જર સુથાર સમાજ) જે સુરત ના તાપી જિલ્લાના વ્યારા ના છે. અભ્યાસ માં D Pharm કરેલું છે.

  જેનો નાનપણ થીજ સંઘર્ષ સાથે નાતો રહ્યો છે. પન્નાબેન પોતાનો અભ્યાસ 1992 માં પુર્ણ કર્યો અને Nuclear power Corporation વિધુત કંપની માં Pharmacist ની પોસ્ટ માં નિમણુક થયા ત્યાર થી જીવન ની વાસ્તવિકતા સામે આવતી ગઈ અને જીવન વચ્ચે નો સંઘર્ષ ની શરૂઆત થઈ. 5 થી 6 વર્ષ જીવન ને સમજવા માં ચાલ્યા ગયા. થોડું ઘણું જીવન વિશે સમજાય તે પહેલાં 2001 માં પિતાજી નું હાર્ડઅટેક થી અવસાન થયું. ઘર માં નાની બહેન અને બીમાર માતા ની જવાબદારી તથા ઘરની તમામ જવાબદારીઓ પન્નાબેન ઉપર આવી ગઈ હતી. ત્યારે તેમની ઉંમર 25 વર્ષ ની હતી. આ ઉમર માં સહુ કોઈ પોતાના ઘર વસાવવા નું વિચારતા હોય છે પણ પન્ના બેેન પોતાના જીવનમાં પોતાના ઘર વસાવવા ના બદલે ઘરની જવાબદારી ઓ લેવાનું નક્કી કર્યું. 

    સમય ખરાબ હોય કે સારો પણ તે ક્યારે ઊભો રહેતો નથી. પન્ના બેેન કઈ સમજે તે પહેલા 2004 માં તેમના માતા ને કેન્સર ની બિમાર થઈ ગઈ અને ફરીથી સંઘર્ષમય જીવન ની શરૂઆત થઈ. પન્ના બેન માનસિક થાકી ગયા. કે બહેન ના લગ્ન કર્યા સાસરે ચાલી ગઈ ! માતા ને આવી જીવલેણ બીમારી ! હવે જીવન એકલું, કેવી રીતે સંઘર્ષ કરીશ ; આવા વિચારો સાથે સાથે આધ્યાત્મિક રસ્તા ઉપર આગળ વધ્યા અને આધ્યાત્મિક વિચારો એ તેમને સંઘર્ષ સાથે લડવાની શક્તિ આપી. અને ભગવાન ઉપર ના વિશ્વાસ ની જીત થઇ અને હાલ તેમની માતા ની તબિયત સારી છે.

      અત્યારે પન્નાબેને 46 વર્ષ ની ઉમર માં માતા સાથે સુખી અને આધ્યાત્મિક જીવન ગાળે છે. ભગવાન ની દયા થી 5 વખત કેદારનાથ ભગવાન ના દર્શન પણ કરી ચુક્યા છે. 

    પન્ના બેને નું કહેવું છે કે સંઘર્ષ એ જીવન નો ભાગ છે દરેક એ એમાંથી રસ્તો કાઢી આગળ વધતા રહેવું જોઈએ.


ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું