અમદાવાદ માં તારીખ ૨૦ તથા તારીખ 21/03/2021 ના રોજ શ્રી વિશ્ર્વકર્મા સમાજ ની મહિલાઓ દ્વારા એક્ઝીબિસન રાખવા માં આવેલ છે.
કદાચ ! ભારત માં આવું અને આટલું મોટું એક્ઝીબિસન શ્રી વિશ્વકર્મા સમાજ ની મહિલા દ્વારા પ્રથમ કરવામાં આવી રહ્યું છે.
આ એક્ઝીબિસન રાખવાનો મુખ્ય ઉદ્દેશ્ય શ્રી વિશ્ર્વકર્મા સમાજ ની મહિલાઓ પોતાની કલા કારીગરી સમાજ અને દુનિયા સામે લાવી શકે. અને પોતે જાતે આત્મ નિર્ભર બને.
ધાન્ધાર પંચાલ સેવા સમાજ દ્વારા તમામ સંચાલન કરવામાં આવી રહ્યું છે. જેમાં એક્ઝીબિસન માં થતો તમામ ખર્ચ સંસ્થા ઉપાડશે. સ્ટોલ કરતી બહેનો માટે સ્ટોલ ની જગ્યા તથા ત્યાં અપાતી તમામ સર્વિસ સ્ટોલ કરતી બહેનો માટે સંસ્થા દ્વારા નિશુલ્ક રાખવામાં આવી છે.
આ એક્ઝીબિસનમાં ટોટલ ૧૦૦ જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે. જેમાં શ્રી વિશ્વકર્મા સમાજ ની બહેનો દ્વારા "ડિઝાઇન ડ્રેસ મટીરીયલ" "ઝવેલરી" "આર્ટ ગેલેરી" "બ્યુટી પ્રોડક્ટ" જેવા અલગ અલગ સ્ટોલ રાખવામાં આવ્યા છે.
શ્રી ધાન્ધાર પંચાલ સેવા સમાજ દ્વારા કરવામાં આવી રહેલ આ કાર્ય ખુબ સરહાનીય છે. અને સમાજ દ્વારા સારો પ્રતિસાદ પણ મળી રહયો છે. આ એક્ઝીબિસન માટે તમામ ને હાર્દિક આમંત્રણ સમાજ દ્વાર આપવામાં આવ્યું છે. જેથી સમાજ ના લોકો બહોળી સંખ્યામાં આમાં આવે અને શ્રી વિશ્વકર્મા સમાજ ની બહેનો ને પ્રોત્સાહિત કરવા માં પોતાનો સહયોગ કરે જેથી સમાજ ની બહેનો નો ઉત્સાહ માં પણ વધારો થાય.

