કચ્છ માં શ્રી વિશ્વકર્મા સ્પોર્ટ્સ ગ્રુપ દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન તમામ સદગત વડીલો ની યાદમાં "વડીલ વંદના" ના નામ થી રમાડવા માં આવશે, આ ટુર્નામેન્ટ તા. 28/02/2021 થી તા. 28/03/2021 સુધી ચાલશે જેમાં દર રવિવારે રાઉન્ડ રમાડવામાં નું નકકી કરાયું છે
ટુર્નામેન્ટ માં ટોટલ સોળ ટીમો ભાગ લેવા ની છે, જેમાં કચ્છ ઉપરાંત મોરબી, રાજકોટ અને અમદાવાદ ની ટીમો મેદાનમાં ઉતરવાની છે. શ્રી વિશ્વકર્મા સ્પોર્ટ્સ ગ્રુપ કચ્છએ ટુર્નામેન્ટ રાખવા નો હેતુ સમાજ ના બાળકો ને પ્રોત્સાહિત કરવા અને સમાજ સાથે પરિચય કેળવવા નો હોય છે, જેમાં સમાજ નો પણ પૂરો સાથ સહકાર મળી રહેતો હોય છે.
કોરોના કાળ માં લોકડાઉન થી બાળકો હવે થાકી ગયા છે જેથી તમામ ક્રિકેટ રસિકો હવે ટુર્નામેન્ટ ની આતુરતા પુર્વક રાહ જોઈ રહ્યા છે
============
Advertisement


