શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ મંડળ - ભુજ દ્વારા સરકારશ્રી ની ગાઈડ લાઈન મુજબ શ્રી વિશ્વકર્મા જ્યંતી ની ઉજવણી કરવાનો નિર્ણય

સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ સોસીયલ ડિટર્સન અને માસ્ક પહેરવું ફરજિયાત
   ભુજ : શ્રી ગુર્જર જ્ઞાતિ મંડળ ભુજ દ્વારા તા. 25/02/2021 ને ગુરુવાર (મહા સુદ 13)  ના રોજ સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ શ્રી વિશ્વકર્મા જ્યંતી ની ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેના કાર્યક્રમો ની વિગતો માં સવારે સાત કલાકે શ્રી વિશ્વકર્મા દાદા ને છપ્પન ભોગ નો પ્રસાદ પીરસવા માં આવશે ત્યાર બાદ અન્નકૂટ દર્શન માટે રાખવામાં આવશે અને દાદા ની આરતી કરવામાં આવશે, અને સાંજ ના કાર્યક્રમો માં દાદા ની સઁધ્યા આરતી તથા સમાજ ના દરેક સભ્યો ને પ્રસાદ આપવામાં આવશે.
     સમાજે કાર્યક્રમ માં આવતા તમામ જ્ઞાતિજનો ને અનુરોધ કરવામાં આવ્યો છે કે હાલ કોરોના કાલ ની પરિસ્થિતિ માં સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ સોસીયલ ડિટર્સન અને માસ્ક પહેરવું ફરજિયાત છે. શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ મંડળ - ભુજ દ્વારા તમામ જ્ઞાતિજનો શ્રી વિશ્વકર્મા દાદા ની આરતીમાં હાજર રહેવા તથા દાદા ના પ્રસાદ માટે  આમંત્રિત કર્યા છે
માહિતી : શ્રી મહેશભાઈ પીનારા (ભુજ)

===========================

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું