શ્રી વિશ્વકર્મા સમાજ ની લાગણી ને માન આપે સરકાર
શ્રી વિશ્વકર્મા સમાજ દ્વારા મહા સુદ તેરસ ના દિવસ ને શ્રી વિશ્વકર્મા જયંતિ ના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે તમામ વિશ્વકર્મા વંશજ કામ થી અલગ રહી રજા રાખતા હોય છે, અને સૌ સાથે મળી ને શ્રી વિશ્વકર્મા દાદા ની પૂજા અર્ચના કરતા હોય છે. આ દિવસે કોઈ જાહેર રજા ના હોવાથી નોકરી ધંધા કરતા લોકો આ દિવસે પૂજા માં હાજરી આપવામાં તકલીફ પડતી હોવાથી તા.13/01/2021 ના રોજ ભુજ ના શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ ના પ્રમુખ શ્રી બિપીનભાઈ સોલગમાં ની આગેવાની માં કચ્છ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તથા કચ્છ ના કલેકટર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું .
આ આવેદનપત્ર પત્ર આપવા માટે શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ ના અગ્રણીઓ શ્રી કિર્તીભાઈ જોલાપ્રા, શ્રી જેન્તીભાઈ પીનારા, શ્રી ભરતભાઈ દુધૈયા, શ્રી વિનેશભાઈ સોલગામા, અને શ્રી વિનેશભાઈ સીતાપરા હાજર રહ્યા હતા. શ્રી વિશ્વકર્મા સમાજ ના આગેવાનોઓ એ ઈચ્છા વ્યક્ત કરી હતી કે ગુજરાત માં બહુ બહોળી સંખ્યા માં વિશ્વકર્મા સમાજ રહે છે, તો સરકાર ના મોટા ભાગ ના કામ માં કારીગર વર્ગ જોડાયેલ હોય છે, જાહેર રજા ના હોવાથી શ્રી વિશ્વકર્મા ભગવાન ની પૂજા અર્ચના માં પહોચી શકતા ના હોવા થી શ્રી વિશ્વકર્મા સમાજ ની લાગણી ને માન આપે અને સરકાર ની જાહેર રજા ની યાદી માં શ્રી વિશ્વકર્મા જયંતિ ની રજા નો સમાવેશ કરે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
માહિતી : શ્રી બિપીનભાઈ સોલગમા

