પ્રીતિ વિશ્વકર્મા મહિલાઓ ને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થાય છે

 મહિલાઓ પોતાની ટ્રેનીગ લઇ ને આત્મનિર્ભર બને છે
   ઉતરપ્રદેશ ના કુશીનગર જીલ્લાના સેમરા ગામની પ્રીતિ વિશ્વકર્મા એ મહિલાઓ માટે એક મિસાલ કાયમકરી છે. પ્રીતિ વિશ્વકર્મા મહિલાઓ ને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થાય છે.  અને મહિલા સશક્તિ કરણ ની મિસાલ ત્યાર કરે છે. પ્રીતિ વિશ્વકર્મા એ ૨૦૦૮ આઈટીઆઈ સાથે ફેશનડીઝાઇનર નો કોર્ષ કર્યો છે. અને તેમના પતિ એક હાડવેર નો શોપ ચલાવે છે. પ્રીતિ વિશ્વકર્મા એક ટ્રેનિંગ સેન્ટર ચલાવે છે. જ્યાં મહિલાઓને સીવણ, ભરતકામ, વણાટ, પેઇન્ટિંગ, બ્યુટીપાલર, ચુનરી પાંડ, ડિઝાઇનિંગ  શીખવવામાં આવે છે. આસપાસ ના ગામો સહિ‌ત અન્ય ગામોની સો થી વધુ  યુવતીઓ અને ગૃહિણીઓ તાલીમ લઇ સ્વનિર્ભર બની છે.
   પ્રીતિ વિશ્વકર્મા પાસે ટ્રેનીગ લઈને સાસરે ગયેલ ગૃહિણીઓ પૂછતાં કહે કે આજે આ પ્રીતિબેન પાસે ટ્રેનીગ લઈને અમે આત્માનિર્ભર બન્યા છીએ અને આજે અમારા ઘર ચલવવવા માટે અમે મદદ પણ કરી રહ્યા છીએ, ગૃહિણીઓ નું કહેવું છે કે તાલીમ લીધા બાદ હવે અમને આજીવિકા ચાલવા માં  કોઈ સમસ્યા નડતી નથી ઘણી ગૃહિણી એ પોતાનું તાલીમકેન્દ્ર પણ ખોલ્યું છે અન્ય મહિલાઓ પોતાની ટ્રેનીગ લઇ ને આત્મનિર્ભર બને છે

માહિતી : શ્રી કમલેશ પ્રતાપ વિશ્વકર્મા

ઉતરપ્રદેશ

============================





ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું