અમદાવાદ માં શરુ કરવામાં આવી રહી છે શ્રી વિશ્વકર્મા સમાજ ની ક્રિકેટ ટુનાર્મેન્ટ

સમાજ ના અગ્રણી અને ક્રિકેટ પ્રત્યે સારી રૂચી ધરાવતા  સ્વ. વૈભવભાઈ જે. તલસાણીયા ( રાજકોટ ) સ્મુતિ કપ 
    હાલ માં જયારે દેશ કોરોના માંથી મુક્ત થઈ રહ્યો છે અને સરકારે જયારે લોકડાઉન માં ખુલ્લા મેદાન માં છૂટછાટ આપી છે ત્યારે ક્રિકેટ રશીકો મેદાનમાં ઉતરી રહ્યા છે, એવીજ એક શ્રી વિશ્વકર્મા સમાજ ની  ટુનાર્મેન્ટ હાલ મોરબી માં રમાયેલ હતી અને હવે શ્રી વિશ્વકર્મા સમાજ ની અમદાવાદ માં રમાવા જઈ રહી છે,  શ્રી વિશ્વકર્મા સમાજ ના અમદાવાદ ના જ બે જુવાનો  શ્રી હરીશભાઈ ગજ્જર અને શ્રી સુનીલભાઈ પંચાલ દ્વારા શરુ કરવામાં આવી રહી છે, “વિશ્વકર્મા વંશજ પ્રીમીયમ લીગ_2 (ડે ટેનીસ ક્રિકેટ ટુનાર્મેન્ટ)” જે સમાજ ના અગ્રણી અને ક્રિકેટ પ્રત્યે સારી રૂચી ધરાવતા  સ્વ. વૈભવભાઈ જે. તલસાણીયા (રાજકોટ) જે હાલમાં જ તેમનું નિધન થયું હતું તેમના  "સ્મુતિ કપ"  તરીકે રમાડવામાં આવશે

     આ ક્રિકેટ ટુનાર્મેન્ટ તા. ૦૯ / ૦૨ / ૨૦૨૧ શરુ થશે અને તા. ૧૩ / ૦૨ / ૨૦૨૧ ના ફાઈનલ મેચ નું આયોજન છે. આ ટુનાર્મેન્ટ માં શ્રી વિશ્વકર્મા સમાજ ની ટોટલ ૧૬ ટીમો ભાગ લેવાની છે જેમાં અમદાવા ની સાથે સાથે મહેસાણા, બનાસકાંઠા, પોરબંદર ની ટીમો ભાગ લીધો છે તા. ૦૯ / ૦૨ / ૨૦૨૧ ના સવારે ૧૦ કલાકે શ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ (ધારાસભ્ય દસકોઈ વિધાનસભા ) તથા સંત શ્રી કેવલાનંદ સરસ્વતીજી ના હાથે દીપ પ્રાગટ્ય કરી ને ટુનાર્મેન્ટ ની શરૂઆત કરવામાં આવશે. આ ક્રિકેટ ટુનાર્મેન્ટ માં શ્રી વિશ્વકર્મા સમાજ ના મહાનુભાવો ને આમત્રણ પત્રિકા સાથે આમત્રિત પણ કરવામાં આવ્યા છે

===========================


ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું