શ્રી વિશ્વકર્મા સમાજ ભારતીય ફોજ ના જવાન શ્રી ચેહરકુમાર સુથાર

શ્રી વિશ્વકર્મા  સમાજ ના ભાઈ હોય ત્યારે આપણી છાતી પણ ગર્વ થી ફુલાઈ જાતિ હોય છે.
   જયારે દેશ ના જવાન સરહદ પર જાગે છે ત્યારે આપણે આરામ થી રહીએ છીએ, દેશ ના જવાન નું નામ સાભળતા આપણું માથું ગર્વ થી ઉચું થાય છે, દેશ ના હરેક જવાન ના દિલ માં દેશ ભક્તિ નો જજ્બા રહેલો હોય છે. દેશ માટે કઈ કરી છૂટવાની તમ્મના હોય છે, આવાજ દેશ ભક્તિ ના રંગ માં રંગાયેલ શ્રી વિશ્વકર્મા  સમાજ ના ભાઈ હોય ત્યારે આપણી છાતી પણ ગર્વ થી ફુલાઈ જાતિ હોય છે.

  એવાજ શ્રી વિશ્વકર્મા સમાજ ભારતીય ફોજ ના જવાન શ્રી ચેહરકુમાર સુથાર જેઓ પોતાના સતર વર્ષ માં ભોમકા ની સેવા કરી અને વયમર્યાદા પૂરી થતા પોતાના વતન પાછા ફરેલ છે. આ પ્રસંગ ગામ તથા સગા સ્નેહી માટે એક ઉત્સવ બની ગયો હતો. સમાજ તથા ગામ લોકોએ આ ભારતીય ફોજ ના જવાન નું દિલ થી સ્વાગત કર્યું હતું. અને એક ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. તમામ લોકો એ તેમને આવકાર્ય હતા. અને ખુલી જીપ માં ફૂલ્લો સાથે વધામણા કર્યા હતા.


   અખિલ વિશ્વકર્મા યુવા સંઘ દ્વારા પણ  ગૌરવશાળી ભારતીય ફોજના જવાન શ્રી ચેહરકુમાર સુથાર નું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં અખિલ વિશ્વકર્મા યુવા સંઘ ના હોદેદારો અને સભ્યો સાથે રહ્યા હતા.

     શ્રી વિશ્વકર્મા ન્યુઝ પરિવાર પણ ભારતીય ફોજના જવાન શ્રી ચેહરકુમાર સુથાર ને દિલ થી આવકારે છે

માહિતી : શ્રી મહેન્દ્રભાઈ ગજ્જર ( કડી )

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું