શ્રી સુધીરભાઈ જેમનું પૂરું નામ શ્રી સુધીરભાઈ જાદવજીભાઈ સીતાપરા (ગજ્જર) જે મૂળ (કચ્છ) માંડવી તાલુકા માં આવેલ ફરાદી ગામ હાલ આદિપુર (કચ્છ) રહે છે. જે હાલે શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ મંડળ આદિપુર ( કચ્છ ) ની સમાજ વાડી માં આજે છેલ્લા બાર વર્ષ થી સમાજવાડી માં પોતાની સેવા આપે છે. કુટુંબ માં પતિ પત્ની તથા એક પુત્રી છે,
સમાજ માં કમિટી બદલતી રહી , પ્રમુખ બદલતા રહ્યા , કારોબારી ના સભ્યો બદલતા રહ્યા , પરંતુ સુધીરભાઈ ને સમાજવાડી ના અનુભવ નું પૂછતાં પોતાના સરળ સ્વભાવ અને હસમુખા અંદાજમાં કહે છે કે બહુજ સરસ અને યાદગાર સમાજવાડી ના અનુભવો છે, જે પણ આવ્યું સુધીરભાઈ ભાઈ ને પોતાના સમજી ને કામ આપ્યું. અને સુધીરભાઈ એ એ કામ ને સમાજ નો એક ભાગ ગણાવ્યો. જયારે શ્રી વિશ્વકર્મા તેરસ ના હર સાલ સમાજ માં સમૂહલગ્ન અને સ્નેહમિલન ના પોગ્રામ થતા હોય છે અને વર્ષ માં થતા તમામ પોગ્રામ હોય ત્યારે સુધીરભાઈ ની જવાબદારી પણ વધી જતી હોય છે પણ અત્યાર સુધી ક્યારે તેમના ચહેરા પર ગુસ્સો અને કામ પ્રત્યે અણગમો જોવા મળ્યો નથી, પોતાના હસતા ચહેરે બધાને ખુશ રાખવાની કોશિશ કરતા જોવા મળે છે
સુધીરભાઈ આજે પોતાની 65 વર્ષ ની ઉમ્ર માં પોતાની જવાબદારી સારી રીતે નિભાવે છે


