વિશ્વકર્મા સમાજની અનેક પ્રતીભાઓએ જીલ્લા, રાજય, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી સમાજનું ગૌરવ વધાર્યું છે. આવી વિશ્વકર્મા સમાજમાં રહેલી પ્રતીભાઓને ઉજાગર કરવાના ઉદેશ સાથે 2019ની ભવ્ય સફળતા બાદ આ વર્ષે પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ દ્વારા “ વિશ્વકર્મા રત્ન એવોર્ડ” 2021 નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નોનીનેશન ફોર્મ ભરવાની પ્રક્રીયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. વિશ્વકર્મા રત્ન એવોર્ડ ના નોમીનેશન ફોર્મ પંચાલ, લુહાર, સુથાર, ગજ્જર, અને તમામ વિશ્વકર્મા વંસજ આ ફોર્મ ભરી શકશે. જેમાં જે કોઈ પણ વિશ્વકર્મા વંસજે સંગીત ક્ષેત્રે, ફિલ્મજગત ક્ષેત્રે, ડાન્સ ક્ષેત્રે, રમત ગમત ક્ષેત્રે, શૈક્ષણીક ક્ષેત્રે, સામાજીક ક્ષેત્રે, વ્યવસાયીક ક્ષેત્રે કે કોઈ પણ ક્ષેત્રે વીશીષ્ટ સીધ્ધી હાંસલ કરી સમાજનું ગૌરવ વધાર્યું તે તમામ વિશ્વકર્મા વંસજો આ નોમીનેશન ભરી શકશે.
+91 9898991110 ઉપર સંપર્ક કરવો.
પંચાલ યુવા સંગઠન–ગુજરાત પ્રદેશ
======================


