જય શ્રી વિશ્વકર્મા
સૌનો સાથ સુથાર સમાજનો વિકાસ
આપ સૌને જણાવતા આનંદ થાય છે કે "શ્રી પંચોલી સુથાર સમાજ સેવા ટ્રસ્ટ" માં મુત્યુ સહાય યોજના 1/2 વર્ષ થી અમલમાં છે . આ યોજનામાં ઘણા લોકો સભાસદ તરીકે જોડાયા છે . હાલમાં એક સભાસદનું અવસાન થતાં તેમના વારસદારોને રૂ .10300 ચૂકવેલા છે આમ સમાજ માટે બહુ લાભદાયક યોજના છે જેમ જેમ સભાસદ વધતાં જશે તેમ તેમ મળવા પત્ર રકમ માં વધારો થતો જશે . જેમ સભાસદ વધશે તેમ લાભની રકમ વધશે .
આ ટ્રસ્ટ દ્વારા ટૂંક સમયમાં “ કન્યાદાન ભેટ યોજના “ અમલમાં લાવી રહ્યા છીએ જેમાં ટ્રસ્ટની મૃત્યુ સહાય યોજના માં જે સભાસદ થયા હશે તેમની દીકરીના લગ્ન પ્રસંગે દીકરીને કન્યાદાન ભેટ યોજના મુજબ ફિકસ ડિપોજિટ કે પોસ્ટ ના સર્ટિફિકેટ ટ્રસ્ટ તરફથી આપવામાં આપવામાં આવશે આ માટે કોઈ સભાસદ પાસેથી ફંડા ફાળો ઉઘરાવવામાં નહીં આવે , જે કોઈ વ્યક્તિ સ્વૈચ્છીક ફંડા ફાળો આપવા માંગતા હોય તે આપી શકે છે . એટલે કે સભાસદના અવસાન પછી તેના વારસદારોને લાભ મળવાનો તો છે જ પરંતુ દીકરીને પણ કન્યાદાન નો લાભ આપવામાં આવશે .
આ યોજના તા . 01/04/2021 થી અમલમાં લાવી શકાય તેવા પ્રયત્નો ટ્રસ્ટી દ્વારા થઈ રહ્યા છે આ યોજના માં જોડાઈ ને લાભ લેવા સમસ્ત સુથાર સમાજને વિનંતી કરીએ છીએ આભાર સહ
શ્રી પંચોલી સુથાર સમાજ સેવા ટ્રસ્ટ વતી
પ્રમુખ
શ્રી સુરેન્દ્રભાઈ કે. મિસ્ત્રી
9428610046
મેને ટ્રસ્ટી ,
શ્રી પ્રકાશભાઈ કે. સુથાર
9016795952
સેક્રેટરી
શ્રી યોગેશભાઈ બી પંચોલી 9427526527
====================







