ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કોરોના ની મહામારી ને સંજોગો જોતા મુલતવી રાખવામાં આવ્યું
તારીખ ૦૩/૦૧/૨૦૨૧ ના રોજ શ્રી વિશ્વકર્મા
સ્પોર્ટ્સ ગુપ (કચ્છ) ની મીટીંગ નું આયોજન થયું હતું જેમાં સર્વાનુમતે નક્કી કરવામાં
આવ્યું હતું કે આગામી શ્રી વિશ્વકર્મા સ્પોર્ટ્સ ગુપ (કચ્છ) દ્રારા ક્રિકેટ
ટુર્નામેન્ટ નું આયોજન જે ડીસેમ્બર-જાન્યુઆરી માં કચ્છ માં થતું હોય છે પરંતુ હાલ ચાલી રહેલ
કોરોના ની મહામારી ને સંજોગો જોતા મુલતવી રાખવામાં આવ્યું છે અને આવનારા માર્ચ એપ્રિલ માં કમિટી નક્કી કરે તે મુજબ જે
તારીખો નક્કી થાય તે મુજબ આયોજન કરવામાં આવશે અને જેમાં શ્રી વિશ્વકર્મા સમાજ ની ૧૬
ટીમો નું આયોજન કરવામાં આવશે તે (વિશ્વકર્મા વશંજ ) વહેલા તે પહેલાના ધોરણે ટીમો
ના નામ અર્પિતભાઇ સિતાપરા મો. +91 97277 96207 અને પ્રકાશભાઇ અડીયેચા મો.+91 95377 36095 પાસે નોંધાવી જવા તેમજ
ટુર્નામેન્ટ અંગેની વધુ માહિતી તેમની પાસે થી મેળવી લેવા નું નક્કી કરવામાં આવ્યું
છે એમ શ્રી વિશ્વકર્મા સપોર્ટ ગ્રુપ ની યાદી માં જણાવામાં આવ્યું હતું
===================


