શ્રી વિશ્વકર્મા સમાજ માં ડાન્સ અને એક્ટિંગમાં ઉભરતો સિતારો – પ્રયાગ ઝીલ્કા

  સ્ટાર ઓફ ગુજરાત જેવા પોગ્રામ ના બે રાઉન્ડ પાર પણ કરી ચુક્યો છે

     પ્રયાગ ઝીલકા જેમનું પૂરુંનામ “ પ્રયાગ ગૌરાંગભાઈ ઝીલ્કા “ ઉમર વર્ષ 12  , પોતાની નાની ઉમંરમાં ડાન્સ અને એક્ટિંગ માં સારૂ એવું નામ બનાવ્યું છે. આ સ્પર્ધામાં ઘણા મેડલ પણ જીત્યા છે. પ્રયાગ નો ડાન્સ અને એક્ટિંગના સફરની શરૂઆત તેમની સ્કુલમાં થતા વાર્ષિક કાર્યકર્મ ના થતા પોગ્રામ થી થઇ અને ધીરે ધીરે તેમના આ પ્રત્યે રૂચી પણ વધવા લાગી અને તેમના માતા પિતા નો સાથ પણ મળતો રહ્યો.  

    પ્રયાગ ના પિતા એક બિજનેસમેન છે અને માતા જૂનાગઢ ની શાળા માં આચાર્યપદ સંભાળતા હતા પ્રયાગ ની ડાન્સ પ્રત્યે ની રૂચી જોઈ પ્રયાગ ના માતા પિતાએ તેમને આ વિષયમાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યો અને તેમના માતા પિતા એ પોતાનો કારોબાર અમદાવાદ લઇ ને આવી ગયા હાલ માં પ્રયાગ અમદાવાદ માં મણીનગર ની જય સોમનાથ પ્રાથમિક સ્કુલમાં ધોરણ ૭ માં અભ્યાસ કરે છે

    પ્રયાગ ડાન્સમાં ઓપન ગુજરાત, ઓપન સૌરાષ્ટ્ર અને ઓપન ઇન્ડિયા જેવી સ્પર્ધામાં ભાગ લઈને વિજેતા બની ચુક્યો છે આ ઉપરાંત ૨૦૧૯ માં ડાન્સ +5 નું ઓડિશન અમદાવાદ માં આપી ચુક્યો છે, અને સ્ટાર ઓફ ગુજરાત જેવા પોગ્રામ ના બે રાઉન્ડ પાર પણ કરી ચુક્યો છે, પ્રયાગે એક્ટિંગ માં પણ સારુ કૌશલ્ય ધરાવે છે અને અનેક સોર્ટ ફિલ્મો માં કામ પણ કરી ચુક્યો છે ડાન્સ, એક્ટિંગ સિવાય ક્રાફ્ટ તથા બોલવાની સ્પીચ પર સારું પ્રભુત્વ છે,

   પ્રયાગ ના માતા-પિતા એ ઇન્છા વ્યકત કરીકે "પ્રયાગ" ડાન્સ અને એક્ટિંગ માં સારી નામના મેળવી અને પોતાનું તે દિશા માં કેરિયર બનાવે


=====================




ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું