શ્રી વિશ્વકર્મા સમાજ ગાંધીધામ (કચ્છ) દ્વારા મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું
શ્રી વિશ્વકર્મા સમાજ દ્વારા મહા સુદ તેરસ ના દિવસ ને શ્રી વિશ્વકર્મા જયંતિ ના દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે તમામ વિશ્વકર્મા વંશજ કામ થી અલગ રહી રજા રાખતા હોય છે અને સૌ સાથે મળી ને શ્રી વિશ્વકર્મા દાદા ની પૂજા અર્ચના કરતા હોય છે આ દિવસે કોઈ જાહેર રજા ના હોવાથી નોકરી ધંધા કરતા લોકો આ દિવસે પૂજા માં હાજરી આપવામાં તકલીફ પડતી હોવાથી ગાંધીધામ (કચ્છ) મામલતદારશ્રી ને સમગ્ર વિશ્વકર્મા વંશજ સમાજે ભેગા મળી ને શ્રી વિશ્વકર્મા દાદા ની જન્મજયંતી નીમીતે સરકારશ્રી જાહેર રજા જાહેર કરે તે બાબાત નું
આવેદન પત્ર તા. ૧૩/૦૧/૨૦૨૧ ને અમાવાસ્યા ના સુપરત કરવામાં આવ્યું હતું
આ આવેદન પત્ર આપવા માટે શ્રી વિશ્વકર્મા સમાજ ના સમસ્ત પંચાલ લોહાર સમાજ ગાંધીધામ ના અગ્રણી સુયઁકાંતભાઇ હરસોરા, રતીલાલભાઇ.જી.
પરમાર, પ્રદીપભાઇ.ડી.પરમાર , જાંગીડ
બ્રાહ્મણ સમાજ ના અગ્રણી ગુરુદતજીશમાઁ, મોહનલાલજાંગીડ, હરીરામ શમાઁ , ગુજઁરસુતાર સમાજ ના અગ્રણી દીનેશભાઇ ભારદીયા, હેમંતભાઇ
ગજ્જર, હરેશભાઇ ભારદીયા, વિપુલભાઇ
ખારેચા, ભાવેશભાઇ અગારા, રાજેશભાઇ
સંકલપુરા, નવીનભાઇ સીતાપરા તથા બહોળી સંખ્યા માં વિશ્વકર્મા વંશજો ઉપસ્થિત રહ્યા હતા અને સાથે મળીને આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.
શ્રી ગુજઁરસુતાર
સમાજ મહિલા મંડળ ના સભ્યો પણ સાથ આપ્યો હતો આવેદન પત્ર આપવા માટે બીનાબેનસીતાપરા, લતાબેન ગજ્જર, રસીલાબેન અગારા, જયશ્રીબેન
સીતાપરા, પ્રજ્ઞાબેન સીતાપરા, જાગ્રૃતીબેન.એચ.
દહીંસરીયા વગેરે જોડાયા હતા, અને મહા સુદ તેરસ ના ઉજવાતી દાદા ની જયંતિ ની રજા માટે માંગણી કરી હતી
માહિતી : હરેશભાઈ ભારદીયા
( આદિપુર - કચ્છ )
===================================









