ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા ભાવનગર ક્લેક્ટર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું

 શ્રી ભાવનગર સમસ્ત ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા ભાવનગર ક્લેક્ટર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું 

    આવેદનપત્ર નો વિષય હતો સુર્ષ્ટિ ના સર્જનહાર શ્રી વિશ્વકર્મા પ્રભુજી નો જન્મદિવસ દર વર્ષ ના મહા સુદ તેરસ ના રોજ આવતો હોય છે, શ્રી વિશ્વકર્મા જયંતિ ના દિવસ ની ગુજરાત સરકાર ની જાહેરરજાઓ ની યાદી માં સમાવેશ કરવા અંગે

     આવેદનપત્ર માં વધુ વિગત સાથે જણાવામાં આવ્યું હતું ગુજરાત માં વિશ્વકર્મા વંશજો ની વસ્તી દસ ટકા જેવી હોવા છતાં શ્રી વિશ્વકર્મા પ્રભુજી ની જન્મ જયંતી નો દિવસ જાહેર રજામાં આજદિન સુધી સમાવેશ થયેલ નથી મોટા ભાગ ના સમાજ ના ઇસ્ટદેવ ની જન્મ જયંતિ નો દિવસ જાહેર રજા ની યાદી માં સામેલ છે  જયારે શ્રી વિશ્વકર્મા પ્રભુજી ની જન્મદિવસ યાદી માં સામેલ નથી તો સમસ્ત શ્રી વિશ્વકર્મા સમાજ ની લાગણી અને માંગણી છે કે મહા સુદ તેરસ ના દિવસ ને (શ્રી વિશ્વકર્મા જયંતિ) ને દર વર્ષ ની જાહેરરજાઓ ની યાદીમાં સમાવેશ કરવા નમ્ર વિનતી કરવામાં આવી હતી 

માહિતી : શ્રી પ્રવિણભાઈ બોરસાનિયા (ભાવનગર)

===========================



ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું