ભચાઉ લુહાર સુથાર સમાજના અગ્રણીઓ દ્વારા જાહેરરજા માટે આવેદનપત્ર અપાયું

ભચાઉ લુહાર સુથાર સમાજ ના અગ્રણીઓ દ્વારા જાહેરરજા માટે આવેદનપત્ર અપાયું

     શ્રી વિશ્વકર્મા  સમાજ દ્વારા  મહા સુદ તેરસ  ના દિવસે વિશ્વકર્મા  જયંતિ ના દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે  તમામ વિશ્વકર્મા વંશજ કામ થી અલગ  રહી રજા રાખતા હોય છે અને સૌ સાથે મળી ને શ્રી વિશ્વકર્મા દાદા ની પૂજા અર્ચના  કરતા હોય છે આ દિવસે કોઈ  જાહેર રજા ના હોવાથી નોકરી ધંધા કરતા લોકો આ દિવસે પૂજા માં હાજરી આપવામાં તકલીફ પડતી હોવાથી  


    પંચાલ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી વિશાલભાઈ પંચાલના માગઁદશન હેઠળ પંચાલ યુવા સંગઠન ભચાઉની ટીમ દ્વારા ભચાઉ લુહાર સુથાર સમાજના અગ્રણીઓ સાથે ભચાઉ પાંત અધીકારી સાહેબશ્રી ને આવેદન  પત્ર આપી  વિશ્વકર્મા જયંતિની જાહેર રજાની માગણી કરવા માં આવી 
 જેમા પંચાલ યુવા સંગઠન ના ભચાઉ લુહાર સુથાર સમાજના પ્રમુખશ્રી ચંદ્રેશભાઇ પઢારિયા રમેશભાઇ પઢારિયા જેન્તીલાલ પિત્રોડા પ્રવિણભાઇ રાઠોડ નિલેશભાઇ પીઠવા ભદ્રેશભાઇ મારુ પારસભાઇ પિત્રોડા જીતેન્દ્રભાઇ પરમાર ગાગંજીભાઇ ઘોઘાઈ બાબુલાલ ધારવા તથા વિશ્વકર્મા યુવક મંડળ ના પ્રમુખશ્રી નરેન્દ્રભાઇ પઢારિયા રાજેશભાઇ ઘોઘાઇ પ્રફુલભાઇ પિત્રોડા પીયુશભાઇ રાઠોડ, અનિલભાઇ દાવડા દિપકભાઇ ઘોઘાઇ મનસુખભાઇ મારુ વાલજીભાઉ પીઠવા સચિનભાઇ ઘોઘાઇ તેમજ પંચાલ સમાજના આગેવાનો હાજર રહયા હતા
માહિતી : વિશાલભાઈ પંચાલ

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું