મુખ્યમંત્રીશ્રી ને સંબોધીને પોસ્ટ કાર્ડ લખી વિશ્વકર્મા સમાજની એકતાનું પ્રતીક દર્શાવ્યું
પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટીમ) ના સભ્યો દ્વારા તા. 26/12/2020 ના શનિવારે મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશ્વકર્મા જયંતીની મહા સુદ તેરસ ની ફરજિયાત રજા જાહેર કરવામાં આવે એ માટે "સમાજ નો અવાજ" નામના અભિયાન અંતર્ગત માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ને સંબોધીને પોસ્ટ કાર્ડ લખી વિશ્વકર્મા સમાજની એકતાનું પ્રતીક દર્શાવ્યું. જેમાં ભાઈઓે તથા બહેનો મોટી સંખ્યા માં હાજર રહ્યા.
માહિતી : શ્રી ધનજીભાઈ પંચાલ ( પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટીમ)



