સંસ્થા પ્રાઇડ ઓક પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટીમ) દ્વારા વિશ્વકર્મા જયંતિ ની જાહેરરજા માટે મળ્યો સાથ સહકાર


          વિશ્વકર્મા સમાજમાં અત્યારના સંજોગોમાં એક માંગ ઉભી થઇ છે કે સરકાર દ્વારા વિશ્વકર્મા જયંતિ(વિશ્વકર્મા મહા સુદ તેરસ)ની રજા જાહેર કરવામાં આવે. વિશ્વકર્મા ભગવાન દરેક કારીગર વર્ગના ઇષ્ટદેવ છે અને તેઓ વિશ્વનું નિર્માણ કરનારા મોટા દેવ છે. આવા સૃષ્ટિના સર્જનહાર દેવ ની જન્મજયંતી દિવસે  પૂજા-અર્ચના અને હોમ-હવન કરવામાં આવે છે. આવા શુભ પ્રસંગે *વિશ્વકર્મા સમાજના લોકો પૂજાપાઠ કરી શકે તે અને આ તહેવાર પોતાના  કુટુંબ-પરિવાર-સમાજ સાથે ઉજવણી કરી શકે તે માટે જાહેર રજા હોવી જોઈએ.    

       જેમાં વિશ્વકર્મા સમાજના તમામ સંગઠનો સાથે એક મંચ પર રહીને  પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન(વિશ્વકર્મા ટીમ) પણ સરકારશ્રી પાસે માંગણી કરેલ છે કે વિશ્વકર્મા જયંતિ( વિશ્વકર્મા મહા સુદ તેરસ)ની રજા મંજૂર કરવામાં આવે. વિશ્વકર્મા સમાજના વિવિધ સંગઠનો અને સંસ્થાઓ માટે અમારી સંસ્થા પ્રાઇડ ઓક પંચાલ ફાઉન્ડેશન(વિશ્વકર્મા ટીમ) કોઈપણ કાર્ય માટે જરૂર પડે ત્યારે સંપૂર્ણ સાથ અને સહકાર માટે હાજર રહેશે

માહિતી : શ્રી ધનજીભાઈ પંચાલ ( પ્રાઇડ ઓક પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટીમ )

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું