સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વણોદ ગામમાં કેશવલાલ ( ભગત ) ને ત્યાં જન્મ ( જ . તા . ૨૭-૧૧-૪૯ ) નામ શ્રી જગદીશભાઈ ગજજર જે ડિપ્લોમા એન્જિનિયરનો અભ્યાસ કરી ગામમાં જ રહ્યા અને તેમણે આગવી સૂઝ , કળા , સંગીત , ભકિત જોઈને આપણે આનંદિત થઈ ઊઠીએ ,
લાકડાનું નકશીકામ લાકડાના નકશીકામ ઉપર ચાંદી મઢવી અને સિમેન્ટની મૂર્તિઓ બનાવવી , સિંહાસન બનાવવા , ચિત્રકામ અક્ષર લેખન , દ્રશ્ય , વિવિધ પેઈન્ટીંગ કામ કરે છે સાથે કલાસીકલ તબલાવાદન , ભકિત સાહિત્યના રૂપમાં ગીતોની રચના પણ કરે છે .
ગુજરાત વિધાનસભામાં લાકડાના નકશીકામ દ્વારા રાષ્ટ્રચિન ( ત્રણ સિંહની મુખાકૃતિ ) નું કામ પણ વણોદના લોકકલાકર શ્રી જગદીશભાઈ ગજજરે કરેલ છે . વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં નકશીકામ સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ લાલજી મહારાજની જગ્યા સાયલા ( ભગતનું ગામ ) માં ચાંદીનું સિંહાસન કામ માણસોની માંડીવું ચાંદીકામ કર્યું છે .
શ્રી જગદીશભાઈ ગજજરે કોરોના ની મહામારી સાથે જોડી ને એક કવિતા ની રચના પણ કરી છે નીચે વિડીઓમાં કલીક કરી ને સાંભળી શકશો






