સ્નેહી શ્રી
સુજ્ઞ જ્ઞાતિજનો,
સર્વેને દિપાવલી, નૂતનવર્ષની હાર્દિક શુભકામનાઓ,
આ વર્ષ નું દિપાવલી પર્વ વિધ-વિધ
દ્રષ્ટિએ અનોખું છે.કોરોના જેવી વૈશ્વિક મહામારી માં આ વર્ષ છે સર્વ જગતમાં શાંતિ
સ્થપાય, તમામ વિશ્વકર્મા
વંશજો નાં સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે પરમ તત્વ પૂજ્ય વિશ્વકર્મા દાદાજી ને શરણાગત
ભાવથી આર્તનાદ કરી,પૂજન અર્ચન કરીને
દ્રઢ નિશ્ચય થી સ્વયં શિસ્ત નું પાલન કરતા કરતા,ઘરે ઘરે દીપ પ્રગટાવી દીપકની જ્યોત માં જ
કોરોનાના ભયને ભસ્મીભૂત કરી, પ્રત્યેક ના હ્રદય માં રાષ્ટ્રીય ભાવના,
જ્ઞાતિ ભાવના
ભરીને,આપદ્ કાળમાં એક
બીજા ને સહયોગી બની ભાવાત્મક એકતા સ્થાપિત કરવાનો અનોખો અવસર મળ્યો છે તે વ્યવહાર
થી ઉજવણી કરવાની ઉત્તમ તક મળી છે.
મળેલ સુઅવસરની તક ઝડપી લેવા હેતુ થી શ્રી
વિશ્વકર્મા સમાજ- ગીરનાર દરવાજા-જૂનાગઢની કાર્યવાહક કમિટી એ વિસ્તૃત ચર્ચા વિચારણા
બાદ આ વર્ષના દિપાવલી પર્વમાં રાષ્ટ્રીય પ્રશાસન દ્વારા પ્રસિદ્ધ
તમામઆદેશો-સૂચનાઓનુ નૈતિક ફરજ સમજીને પ્રસિદ્ધ એવી ગીરનાર પરિક્રમા પણ આ વર્ષે બંધ
હોવાથી પ્રતિવર્ષે રખાતા કાર્યક્રમો જેવાં કે
(૧) " અન્નક્ષેત્ર ચાલુ કરવું,
(૨) જ્ઞાતિ ભાઈ- બહેનો નું "નૂતનવર્ષ સ્નેહ
મિલન " સમારોહનું આયોજન કરવું...... સંજોગોવસાત કોરોના સંક્રમણ અટકાવવા બંધ
રાખેલ છે.
તેમ છતાં પૂજ્ય વિશ્વકર્મા દાદાજી ને
"સંપૂર્ણ સાદગીપૂર્ણ રીતે જ", નિયમો નાં સંપૂર્ણ પાલન સાથે શિષ્ટાચાર થી
" અન્નકોટ " ધરાવી, પૂજ્ય વિશ્વકર્માજીની ક્રૃપાદ્રષ્ટિ બની રહે
તેવી ભાવના થી નિત્ય ક્રમાનુસાર પૂજન-અર્ચન રાખેલ
છે.
પ્રમુખ શ્રી
કાર્યવાહક કમિટી
શ્રી વિશ્વકર્મા
સમાજ- ગિરનાર દરવાજા, જૂનાગઢ
