ગુજરાત ના વઢવાણ (વેરાવળ) ના શ્રી નાગજીભાઈ ભાઈ હરિલાલ ભાઈ ગજ્જર
સાપને જોવાથી ભલ ભલાના પસીના છુટી જાય એ સાપ ને જીવ ના જોખમે રેસ્કયું કરવાનું કામ એક શ્રી વિશ્વકર્મા સમાજ ના યુવાન કરે છે .
વેરાવળ તથા ગીર સોમનાથ જિલ્લામાં એક સ્નેક સ્કેચર તરીકે આગવી ઓળખ ધરાવે છે, શ્રી નાગજીભાઈ સુથારી કામની સાથે સાથે એક સાપ ને પકડવાનું કામ પણ કરે છે જેમાં સાપ ને માનવ વસ્તી માંથી પકડી ને ફરીથી જંગલ માં છોડી મૂકવામાં આવે છે આ કામ માં નાગજીભાઈ ફ્રી અને નિશુલ્ક સેવા આપે છે.
શ્રી નાગજીભાઈ નાનપણ થી આ કામ સાથે સંકળાયા હોવા થી સાપ વિશે બહોળો અનુભવ ધરાવે છે. સાપ ની બાઈટ (મારેલા ડંખ) ઉપર થી એ જાણી શકે છે કે સાપ કઈ જાતિ નો છે અને ઝેરી છે કે બીન ઝેરી છે, વેરાવળ સોમનાથ જિલ્લામાં ક્યાં પણ સાપ નીકળે છે ત્યારે લોકો નાગજીભાઈ ને આચૂક યાદ કરે છે,
નાગજીભાઈ એક યુટ્યુબ ચેનલ ની પણ શરૂઆત કરેલી છે જેમાં પોતે સાપ રેસક્યું કરતા હોય તેવા વિડિયો ને અપલોડ કરે છે
માહિતી : શ્રી નાગજીભાઇ ગજ્જર