પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા અમદાવાદ ટીમ દ્વારા દર વર્ષની જેમ આ દિવાળી પર્વ સમયે અમદાવાદ શહેર ના અલગ અલગ વિસ્તાર ના ફૂટપાથ પર વસતા જરૂરિયાતમંદ પરિવાર ની મહિલા – પુરુષ અને બાળકો માટે જૂના-નવા કપડાં, ધાબડા, બુટ-ચંપલ, ગરમ કપડાં,અને રમકડા નું વિતરણ કરવામાં આવ્યું.
આ સેવાકાર્યમાં પ્રાઈડ ઓફ પંચાલ વિશ્વકર્મા ટીમ ના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા અને આ ગરીબ પરિવારોને હાથોહાથ વસ્તુઓનું વિતરણ કરી સેવા કરવાનો લાભ મેળવ્યો. આ કાર્યમાં ડો.જય પંચાલ પણ જોડાયા હતા અને તેમને પણ ઘણો આનંદ થયો આવા સેવાકાર્યમાં જોડાવાનો.
માહિતી : શ્રી ધનજીભાઈ પંચાલ ( પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા અમદાવાદ )




