સુથાર સમાજનું ગૌરવ વધારતા શિક્ષણ સાથે સંકળાયેલ પિતા–પુત્ર

 સુથાર સમાજનું ગૌરવ વધારતા શિક્ષણ સાથે સંકળાયેલ પિતા–પુત્ર

તાજેતરમાં તા. ૧૧-૦૧-૨૦૨૬, રવિવારના રોજ પાલનપુર ખાતે ધ સ્કૂલ ઑફ સાયન્સ અને નોલેજ વેલી ફાઉન્ડેશન દ્વારા આયોજિત ગુજરાત સારસ્વત સન્માન ૨૦૨૬ સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્યના પ્રખ્યાત શિક્ષણવિદ્ ગજેન્દ્રકુમાર જોષી, નોલેજ વેલી ફાઉન્ડેશનના ફાઉન્ડર અપૂર્વભાઈ ગુર્જર, ધ સ્કૂલ ઑફ સાયન્સના ડાયરેક્ટર કે. પી. જોષી તેમજ પાલનપુર (બનાસકાંઠા) ના માનનીય ધારાસભ્ય અનિકેત ઠાકર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમારોહ દરમિયાન મૂળ સાબરકાંઠા જિલ્લાના ચિઠોડા ગામના વતની અને હાલ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાની હેબતપુર પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૫ માં સરકારી શિક્ષક તરીકે સેવારત વિષ્ણુકુમાર ડાહ્યાભાઈ પંચાલ તેમજ તેમના પુત્ર ધાર્મિક વિષ્ણુભાઈ પંચાલને સારસ્વત સન્માન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન અંતર્ગત તેમને મોમેન્ટો, શિલ્ડ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા.

ઉલ્લેખનીય છે કે ધાર્મિક વિષ્ણુભાઈ પંચાલ માત્ર ૨૬ વર્ષની નાની વયે વિરમગામની આનંદ માધ્યમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમણે MSc (કેમિસ્ટ્રી) તથા BEd જેવી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત પ્રાપ્ત કરી છે. આ સાથે તેઓ એક સારા લેખક તરીકે પણ ઓળખાય છે, જે શિક્ષણ ક્ષેત્રે તેમની પ્રતિભા અને સમર્પણને વધુ ઉજાગર કરે છે.

શિક્ષણ ક્ષેત્રે પિતા–પુત્ર બંનેની નોંધપાત્ર સિદ્ધિથી સમસ્ત લુહાર–સુથાર સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે. સમાજના અગ્રણીઓ તથા જ્ઞાતિજનો દ્વારા આ અનોખી સિદ્ધિ બદલ વિષ્ણુકુમાર પંચાલ અને ધાર્મિક પંચાલને હૃદયપૂર્વક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

(રિપોર્ટ : ધાર્મિક પંચાલ, વિરમગામ)





ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું