સ્વેતા વુમન ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના સામાજિક કાર્યકર કિંજલ પંચાલનું ગૌરવભર્યું સન્માન


અમદાવાદમાં વર્ષોથી વસવાટ કરતા અને સમાજસેવા ક્ષેત્રે સતત સક્રિય રહેનારા શ્રી કિંજલ પંચાલનું “સ્વેતા વુમન ફાઉન્ડેશન” દ્વારા ગૌરવપૂર્વક સન્માન કરવામાં આવ્યું. સમાજના સર્વાંગી વિકાસ અને ખાસ કરીને મહિલાઓના અધિકાર તથા સશક્તિકરણ માટે અવિરત કાર્ય કરી રહેલા કિંજલ પંચાલ આજે અમદાવાદ જિલ્લાના પ્રતિષ્ઠિત સામાજિક કાર્યકર તરીકે વિશેષ ઓળખ ધરાવે છે.

શ્રી કિંજલ પંચાલ હાલમાં પીએચ.ડી.નો અભ્યાસ કરી રહ્યા છે. અભ્યાસની સાથે તેઓ એક ઉત્તમ એંકર, લેખિકા તથા સંવેદનશીલ સામાજિક કાર્યકર તરીકે પણ જાણીતા છે. અમદાવાદ શહેરની વિવિધ સામાજિક, શૈક્ષણિક અને મહિલા કેન્દ્રિત સંસ્થાઓ સાથે તેઓ સક્રિય રીતે જોડાયેલા છે અને અનેક સામાજિક પ્રવૃત્તિઓમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

મહિલાઓના હક્ક, શિક્ષણ, આત્મનિર્ભરતા અને સામાજિક જાગૃતિ માટે સતત પ્રયત્નશીલ રહેતા કિંજલબેન પંચાલનું તારીખ ૨૧/૧૨/૨૦૨૫ના રોજ “સ્વેતા વુમન ફાઉન્ડેશન” દ્વારા અમદાવાદ જિલ્લાના શ્રેષ્ઠ સામાજિક કાર્યકર્તા તરીકે પસંદગી કરવામાં આવી હતી. આ પ્રસંગે તેમને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સન્માન સમારોહ દરમિયાન સંસ્થાના પદાધિકારીઓએ કિંજલ પંચાલના સમાજપ્રતિના સમર્પણ, નિષ્ઠા અને સતત કાર્યશીલતાને બિરદાવ્યા હતા. સાથે સાથે તેમના જીવનમાં આવનાર સમયમાં સફળતાના નવા શિખરો સર કરી, સમાજસેવાના ક્ષેત્રે વધુ પ્રેરણાદાયક કાર્ય કરતા રહે તેવી હાર્દિક શુભકામનાઓ “સ્વેતા વુમન ફાઉન્ડેશન” વતી પાઠવવામાં આવી હતી.

આ સન્માન સમાજમાં સેવા, સમર્પણ અને સકારાત્મક કાર્ય માટે સતત કાર્યરત રહેનારા વ્યક્તિઓ માટે પ્રેરણારૂપ બન્યું છે.

રિપોર્ટ : પિન્ટુ મિસ્ત્રી, મોરબી

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું