
રાજકોટ: શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા આયોજિત રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુનામેન્ટમાં યુથ ફોરમ અને વિશ્વકર્મા લાયન્સ વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો, જેમાં દીપલ ગજ્જર તેમના શાનદાર પ્રદર્શનથી મેન ઓફ ધ મેચ બન્યા.
દીપલ ગજ્જરે બેટિંગમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું અને માત્ર 28 બોલમાં આક્રમક 78 રન ફટકાર્યા. તેમની જોરદાર બેટિંગની મદદથી તેમની ટીમ વિજય તરફ આગળ વધી.
મેચ બાદ જ્ઞાતિના અગ્રણીઓ દ્વારા દીપલ ગજ્જરને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જ્ઞાતિના અનેક સભ્યો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને દીપલ ગજ્જરને તેમની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ ટુનામેન્ટનું આયોજન જ્ઞાતિના યુવાનોને એક પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આ ટુનામેન્ટથી જ્ઞાતિના સભ્યો વચ્ચે ભાઈચારો અને એકતાની ભાવના વધુ મજબૂત બની છે.