રાજકોટ વોર્ડ પ્રમુખ સંદીપભાઈ અંબાસણાએ શ્રી વિશ્વકર્મા પ્રભુજીના આશીર્વાદ મેળવ્યા


 ભારતીય જનતા પાર્ટી દ્વારા તાજેતરમાં, રાજકોટ શહેરના, દરેક વોર્ડ પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવેલ છે, જેમાં, રાજકોટ મહાનગર પાલિકાના વોર્ડ નંબર ૧૩ માંથી, ગુર્જર સુતાર જ્ઞાતિ ના યુવાન શ્રી સંદીપભાઈ અંબાસણા નાં નામની જાહેરાત થયેલ છે. શ્રી સંદીપભાઈ આજ રોજ તા.૨૪/૧૨/૨૦૨૪ ને મંગળવારના રોજ રાજકોટ નાં દિવાનપરા ખાતે આવેલ શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિરે શ્રી વિશ્વકર્મા પ્રભુજીના આશીર્વાદ મેળવ્યા હતા સાથે સાથે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટનાં અધ્યક્ષશ્રી મુકેશભાઈ વડગામા અને પ્રમુખશ્રી રસિકભાઈ બદ્રકિયાએ ખેસ પહેરાવી તેમને ઉજ્જવળ રાજકિય કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી હતી. સાથે સાથે પ્રમુખ શ્રી રસિકભાઈએ જણાવ્યું હતું કે આપણી જ્ઞાતિના યુવાનો પણ હવે રાજકીય ક્ષેત્રે સક્રિય થઈ રહ્યા છે તે ખુબ સારી બાબત છે. માહિતી, ફોટોગ્રાફ : નિતિનભાઈ બદ્રકીયા (રાજકોટ)



ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું