જામનગર શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ ના યુવકે સમાજનું નામ રોશન કર્યું..!!
જામનગર ના વડગામા પરિવાર ના શ્રી આકાશ દીપકભાઈ વડગામા બેંગલોર મુકામે મનો દિવ્યાંગ નેશનલ પેરા ઓલમ્પિક દોડ માં ત્રીજો નંબર મેળવ્યો હતો.
આ દોડ માં ભાગ લેવા અલગ અલગ જિલ્લાઓમાંથી અનેક ખેલાડીઓ આવ્યા હતા જેમાં વડગામા પરિવાર ના આકાશે આ દોડ માં ત્રીજો નંબર મેળવ્યો હતો અને બ્રોન્ઝ મેડલ મેળવ્યું હતું. સમાજના અગ્રણીઓ તથા આગેવાનો ની સાથે શ્રી જામનગર ગુર્જર સુતાર જ્ઞાતિ તથા સિહોરના દિવ્યાંગ સેવાકીય કાર્યકર શ્રી મનસુખભાઈ એ શુભેચ્છા પાઠવી હતી.
આ સફળતા થી આકાશે વડગામા પરિવાર સાથે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ નું નામ રોશન કર્યું હતું.
(માહિતી, ફોટોગ્રાફ : શ્રી દિલીપભાઈ ભારદીયા, જામનગર)







