વિશ્વ બંધુત્વ અને સેવાની ભાવનાને વરેલી વિશ્વના 200 થી વધુ દેશોમાં કાર્યરત વિશ્વની પ્રથમ હરોળની એન.જી.ઓ. લાયન્સ ઇન્ટરનેશનલની શાખા લાયન્સ ક્લબ રાજકોટ આવકાર તથા શ્રી જ્ઞાનસૌરભ સ્કૂલના ટ્રસ્ટી સ્વ. મયૂરભાઈ પંચાસરાની સ્મૃતિમાં તારીખ 21/01/2024 ને રવિવારે સવારે 9:00 થી 12:00 સુધી શ્રી જ્ઞાનસૌરભ સ્કૂલ ઓમનગર ૪૦ ફૂટ મેઈન રોડ, મવડી ખાતે નિઃશૂલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે. પ્રોજેક્ટ ચેરમેન લા. મુકેશ પંચાસરા દ્વારા ક્લબ પ્રમુખ લા. નિલિમા ગેરીયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર આવકાર ટીમના સંયુક્ત પ્રયત્નોથી કરવામાં આવેલ છે. તેમ માનદ મંત્રી લા. હીના પંચાસરા અને ખજાનચી લા. નિશા વડગામા એ જણાવેલ છે.
આ કેમ્પમાં શહેરના નામાંકિત તબીબો દ્વારા વિનામૂલ્યે તપાસ કરી જરૂરીયાત મુજબ દવા નિઃશૂલ્ક આપવામાં આવશે.
સેવાને સમર્પિત એવા તબીબો જેવા કે લા. ડો. સંજય દેસાઇ (IVF - ટેસ્ટ ટયૂબ બેબી નિષ્ણાંત), લા.ડો. પ્રતિક્ષા દેસાઈ (સ્ત્રીરોગ), લા.ડો. ધર્મેશ ઓઝા (બાળ રોગ), ડો. બીપીન કાનાણી (સ્ત્રી રોગ), ડો. બીપીન પટેલ (જનરલ સર્જન), ડો. પાર્થ અઘેરા(ફિઝિશિયન), ડો. ભાવિન ગંગાજળિયા (સ્નાયુ અને હાડકાના દર્દો), ડો. પ્રતિક તથા બંસી સોનગરા(દંતરોગ), ડો. દર્શિત આંબલીયા (ચામડીના રોગો),ડો. ધ્વની શાહ આંબલીયા (નાક-કાન ગળાના રોગ), ડો. રાજેશ ખુંટ(જનરલ પ્રેક્ટિશનર) પોતાની ખાસ સેવાઓ આપશે.
કેમ્પમાં દર્દીએ પોતાના જૂના રિપોર્ટ સાથે લાવવા અને સ્થળ પર નામ નોંધાવવું જરૂરી છે.
આ કેમ્પને સફળ બનાવવા પૂર્વ ગવર્નર શ્રી લા. હિતેષ કોઠારી તથા લા. ભાવના કોઠારીના માર્ગદર્શન હેઠળ ઝોન ચેરમેન શ્રી લા. સમીર ખીરા તથા પ્રોજેક્ટ ચેરમેન લા. મુકેશ પંચાસરા અને પ્રોજેક્ટ ટીમના શ્રી લા. સંજય જોશી, લા. ડોલર કોઠારી, લા. બીપીન મહેતા, લા. શબ્બિર લોખંડવાલા, લા. હર્ષદ ઓઝા, લા. મધુભાઈ રાચ્છ, લા. શૈલેષ શાહ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.તેમજ શ્રી જ્ઞાનસૌરભ સ્કૂલના આચાર્ય શ્રી બાવળીયા સાહેબ, ખુશાલસર તથા કૌશલસર સમગ્ર વહીવટી કાર્યને પાર પાડી રહ્યા છે.
માહીતી: મુકેશ ભાઈ પંચાસરા
.jpeg)
.jpg)