સમાજની નાની બાળા દ્વારા છેલ્લા બે વર્ષે થી કલા મહાકુંભ સ્પર્ધામાં પ્રદેશ કક્ષાએ બે વખત રાજકોટ જિલ્લા/ઝોન નું પ્રતિનિધિત્વ
રાજકોટ શહેરમાં રહેતા જયેશભાઈ સુરેલીયા કે જેઓ સોમનાથ સ્ટીલ ના નામે વ્યવસાય કરે છે. અને જયનાબેન સુરેલિયા કે જેઓ ગૃહિણી છે. તેમની પુત્રી દિયા સુરેલિયા રાજકોટની તપોવન સ્કૂલમાં અભ્યાસ કરે છે. આ દિકરી એકપત્રિય અભિનયમાં છેલ્લા બે વર્ષે થી કલા મહાકુંભ સ્પર્ધામાં પ્રદેશ કક્ષાએ બે વખત રાજકોટ જિલ્લા/ઝોન નું પ્રતિનિધિત્વ કર્યું છે. ચાલું વર્ષે પણ કલા મહાકુંભ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી શાળા અને ગુર્જર સુતાર જ્ઞાતિનું નામ રોશન કર્યું છે. કલા ક્ષેત્રે ખૂબ આગળ વધે તેવી શુભકામનાઓ. તમામ માહિતી અમારા સહયોગી શ્રી નિતીનભાઈ બદ્રકીયા (રાજકોટ) દ્વારા આપવામાં આવી હતી.


