શ્રી સમસ્ત વિશ્વકર્મા સમાજ - મોડાસા અરવલ્લી
આયોજીત.......
શ્રી વિશ્વકર્મા પુજા દિવસ શોભાયાત્રા અને સમ્માન સમારોહ - 2023
તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૩
સહર્ષ સાથે જણાવવાનું કે સૃષ્ટિના સર્જનહાર ભગવાન વિશ્વકર્મા ના શ્રેષ્ઠ પુજા દિવસની ઉજવણીમાં વિશ્વકર્મા દાદાના પાંચેય પુત્રોની જનમેદની ઉમટી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. અમારા દ્વારા વિશ્વકર્મા શોભાયાત્રા માં ખૂબ ઉત્સાહ ભેર વિશ્વકર્મા સમાજમાં આવતી તમામ જ્ઞાતિઓના ભાઈઓ અને બહેનો તથા બાળકો, વરિષ્ઠો સૌ મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો.
કુદરતના રૌદ્ર સ્વરૂપ વચ્ચે ભારે વરસાદ અને ઠેર ઠેર પાણી ભરાયા હતા છતાં પણ અમારી આયોજક ટીમ દ્વારા કોઈપણ પરિસ્થિતિ ને પહોંચી વળવા માટેના ઉપાયો અને પ્રયાસો થકી આ સુંદર અને આકર્ષક ધાર્મિક વાતાવરણ સજ્જ સાથે વિશ્વકર્મા પ્રભુની દ્વિતિય શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા દરમિયાન અમારી ટીમને અનેક મુશ્કેલીઓ ઉભી થઈ હોવા છતાં વિશ્વકર્મા દાદાની અસીમ કૃપા અને તેમના દ્વારા આપેલ ચૌસઠ કલાઓનો ભરપૂર ઉપયોગ કરી આ શોભાયાત્રાને દરેક મુશ્કેલી માં સફળ રાખવાનો પ્રયાસ કર્યો હતો.
અમારી શોભાયાત્રા ટીમ દ્વારા આમંત્રિત કરેલ દરેક મહેમાનો અને દાતાશ્રીઓ અને સમસ્ત વિશ્વકર્મા સમાજના દરેક વર્ગના નાનામોટા સ્નેહીજનોના અમે ખૂબ ખૂબ આભારી છીએ. અમારી કમિટી દ્વારા આમંત્રિત એવા મુખ્ય મહેમાન શ્રી દેવતણખી દાદા અને લીરલ માતાજી જન્મ સ્થળ ટ્રસ્ટ બોખીરા પોરબંદર ના ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ ચૌહાણ અને અખિલ ભારતીય વિશ્વકર્મા વિરાટ સંઘ રાષ્ટ્રીય મહામંત્રી દિલ્લી શ્રી વેદપાલ પંચાલ જી, પ્રાઇડ ઓફ પંચાલ ના અધ્યક્ષ શ્રી સુનીલભાઈ પંચાલ, અખિલ ભારતીય શિલ્પકાર મહાસભા યુથ બ્રિગેડ ગુજરાત અધ્યક્ષ શ્રી અશ્વિનભાઈ રાઠોડ, શ્રી વિશ્વકર્મા મંદિર શામળાજી ના પ્રમુખ શ્રી કિશોરભાઈ પંચાલ, શ્રી વિશ્વકર્મા વંશી સેના પ્રમુખ મીડિયા પ્રભારી શ્રી કનુભાઈ પંચાલ, અમદાવાદ શહેર પ્રમુખ શ્રી નાનાભાઈ પંચાલ, અમદાવાદ જિલ્લા સંયોજક શ્રી રાકેશભાઈ પંચાલ, અમદાવાદ શહેર કારોબારી સભ્ય શ્રી ભરતભાઈ, મેનેજિંગ ડિરેક્ટર સેલ્બી સિક્યોરિટી પ્રા.લી.ના ધ્રુવેશકુમાર પંચાલ સાથે સાથે શોભાયાત્રા ને સફળ બનાવવા માટે આપણાં મુખ્ય મહાપ્રસાદના દાતાશ્રી દિપકકુમાર રેવાભાઈ પંચાલ અને અન્ય દાતાશ્રીઓ ડૉ.અનિકેતભાઈ પંચાલ, જતીનભાઈ જે. પંચાલ, ડૉ. જતીનભાઈ મેવાડા, ડૉ. અજયભાઈ પંચાલ, તથા દરેક દાતાશ્રીઓ આ શોભાયાત્રા અને સમ્માન સમારંભ માં હાજરી આપી હતી. સાથે સાથે અરવલ્લી જિલ્લાના તમામ વિશ્વકર્મા મંદિરોના પ્રમુખશ્રીઓ અને મહંતશ્રીઓ અને વિશ્વકર્મા સમાજના અલગ અલગ પ્રમુખગણો અને ટ્રસ્ટ મંડળો અને વિશ્વકર્મા સમાજની તમામ મહિલા સત્સંગ મંડળના પ્રમુખ બહેનો આ શોભાયાત્રા અને સમ્માન સમારંભ માં હાજર રહ્યા હતા.
આ શોભાયાત્રાની વિગતમાં વાત કરીએ તો મોડાસા શહેરના વિશ્વકર્મા જાંગિડ સમાજ સંચાલિત વિશ્વકર્મા મંદિર ગણેશપુર માં દાદાની મહાઆરતી અને ધ્વજારોહણ કરી ત્યાંથી શોભાયાત્રાની ભવ્ય શરૂઆત કરી હતી ત્યારબાદ વિશ્વકર્મા કડિયા સમાજ સંચાલિત વિશ્વકર્મા મંદિર મુકામે પહોંચી ત્યાં દાદાની મહાઆરતી અને ધ્વજારોહણ હતી. ત્યાંથી શ્રી બાલકદાસજી વિશ્વકર્મા મંદિર મુકામે પહોંચી ત્યાં દાદાની મહાઆરતી અને ધ્વજારોહણ કરી શોભાયાત્રા નું સમાપન કરેલ હતું. ત્યારબાદ શહેરના વલ્લભસદન હોલ ખાતે સમ્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં ખીચોખીચ ભરેલા હોલ માં સૌ પ્રથમ દીપ પ્રાગટય કરી કાર્યક્રમને આગળ વધારી ત્યારબાદ બહારગામથી આવેલા મુખ્ય અતિથિઓ, દાતાશ્રીઓ, તમામ વિશ્વકર્મા મંદિરોના પ્રમુખો, તમામ વિશ્વકર્મા સમાજ ના પ્રમુખો અને ટ્રસ્ટીશ્રીઓનું ભવ્ય સમ્માન કરવામાં આવ્યું હતું. શ્રી દેવતણખી દાદા અને લીરલ માતાજી જન્મ સ્થળ ટ્રસ્ટ બોખીરા પોરબંદર ના ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ ચૌહાણ અને સાથે આવેલ આમંત્રિત મહેમાનો દ્વારા વિશ્વકર્મા શોભાયાત્રા ના તમામ આયોજકોનું મોમેન્ટો આપી સમ્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શ્રી દેવતણખી દાદા અને લીરલ માતાજી જન્મ સ્થળ ટ્રસ્ટ બોખીરા પોરબંદર ટ્રસ્ટ દ્વારા શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ ના સંસ્થાપક અને વિશ્વકર્મા ધર્મ પ્રચારક શ્રી મયુરભાઈ મિસ્ત્રી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ મનીષભાઈ પંચાલ અને કાનૂની સલાહકાર એડવોકેટ જીગ્નેશભાઈ પંચાલ નું મોમેન્ટો અર્પણ કરી સમ્માન કર્યું હતું.
વધુમાં શ્રી વિશ્વકર્મા ધર્મ પ્રચારક શ્રી મયુરભાઈ મિસ્ત્રી એ જણાવ્યું હતું કે આવા સામાજિક અને ધાર્મિક પ્રચાર પ્રસાર ના કાર્યક્રમો યોજાશે તો જ આપણાં સમસ્ત વિશ્વકર્મા સમાજની એકતા અને અખંડિતતા એક થશે. ખૂબ સરસ રીતે શ્રી વિશ્વકર્મા શોભાયાત્રા અને સમ્માન સમારોહ સુખદ સફળ રહી તે માટે અમે સૌ આપ સૌના ખૂબ ખૂબ આભારી છીએ.
રિપોર્ટ - મયુરકુમાર મિસ્ત્રી
શ્રી વિશ્વકર્મા ધર્મ પ્રચારક







