11 વર્ષ ની બાળકી પકડે છે સાપ || કોઈ જાતના ભય વગર સાપનું કરે છે રેસ્ક્યું || snake catcher #sv_news



સાપ નું નામ સાંભળતાં જ આપણે, ડરી જતા હોઈએ છીએ. આપણા ઘર કે, આપણા આસપાસ નાં એરિયા માં, જો સાપ નીકળે તો, એ જગ્યા આપણે છોડી દેતા હોઈએ છીએ. શ્રી વિશ્વકર્મા સમાજ, કલા કારીગરી અને કૌશલ્ય સાથે, બહાદુર સમાજ છે. જેમાં મોટા ની સાથે, નાના બાળકો પણ બહાદુરી માં, પીછે હટ નથી કરતા.

  હાલમાં જ મળેલ માહિતી મુજબ, સૌરાષ્ટ્ર નાં વેરાવળ ખાતે, ગુર્જર સુથાર સમાજ ની અગિયાર વર્ષ ની બાળકી, પલક બેન દિલીપભાઈ વઢવાણ, જે રમકડાં રમવાની ઉમર માં, સાપ સાથે રમે છે

  મળતી માહિતી મુજબ, પલક પોતે માનવ વસાહત માં જો સાપ દેખાય તો, ત્યાંના સ્થાનિક અને, ગુર્જર સુથાર સમાજ ના, સ્નેક સ્ક્રચર શ્રી, નાગજી ભાઈ સાથે જાય છે અને, નિડર બની અને, સાપ ને પકડે છે અને, માનવ વસાહત થી, દુર જંગલ માં છોડી મૂકે છે.

  નાગજીભાઈ નું કહેવું છે કે, પલક છેલ્લા એક વર્ષથી, મારી સાથે, આ સાપ પકડવાનું કામ કરે છે અને, નિડર બની, સાપ ને પકડી અને, થેલા માં પોતે જાતેજ મૂકે છે.

વિડિયો


ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું