જો શહેરો માં કારીગરો ને રહેવા માટે ની જગ્યાનો અભાવ!!!!

   આપણા દાદાઓ પૂર્વજો અમદાવાદ જેવા શહેરમાં આવીને વસવાટ કર્યો ,અને સ્થાયી થયા, તેમને કેટલી મુશ્કેલીઓ વેઠવી પડેલી અને આજે કરોડોપતિ અને અબજોપતિ થયેલ છે, અને શહેરોમાં સ્થાયી થયેલ છે ,આપણા વિશ્વકર્મા સમાજમાં વિશ્વકર્મા દાદાએ આવડત અને કોઠાસૂઝ આપેલ છે, જેનો વિશ્વકર્મા સમાજે પૂરેપૂરો ઉપયોગ કર્યો નથી, ગામડાઓમાં કંઈક એવા કારીગરો છે અને આવડત છે જે શહેરમાં આવી સ્થિર થાય તો ઉદ્યોગપતિ પણ બની શકે છે, અમદાવાદ જેવા મોટા શહેરોમાં પગ પેસારો કરવો ઘણો જ કઠિન છે,તેથી ગામડાઓમાં મજૂરી કરી ગુજરાત ચલાવે છે, શહેરમાં સ્થાયી થવા માટે સરકારે કે વિશ્વકર્મા સમાજે કોઈને મદદ કરેલ નથી ગામડામાંથી આવતો માણસ શહેર થી અજાણ છે કાકા મામા ભાઈ બહેન કે કોઈપણ સંબંધી તેમના ઘરે રાખવા તૈયાર નથી વીસી આપતા પણ કોઈ રાખવા તૈયાર નથી આપણા વડીલોની પૂછો ઓટલા ઉપર સૂઈને શહેરમાં પગભર થયા છે, અને કેટલાક શહેરમાં આવ્યા પણ આવીને રહેવાનું ઠેકાણું પડતું નહીં હોય ગામડેભાગી ગયેલ છે, વિશ્વકર્મા સમાજ અને સરકાર સાથે મળી શહેરમાં સ્થાયી થવાની વ્યવસ્થા કરે અને વર્ષે બે વર્ષે તે પગ ઉપર ઉભો થાય તો તે ખુદ ઠેકાણું ગોતી લેશે, શહેરમાં રોટલો મળે છે ,પણ ઓટલો મળતો નથી, છોકરાઓ ભણી ઘણી ડિગ્રીઓ મેળવી તૈયાર થયેલ છે, પણ શહેરમાં રોકાવાનું સ્થાન નથી તેમજ ફેક્ટરીઓ અને મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝમાં કારીગરો મળતા નથી તેનું મુખ્ય કારણ તેઓ કઈ જગ્યાએ વસવાટ કરે તેથી આપણો સમાજ પાછળ છે માલિકો કઈ ગાંડા ન હતા એમને મિલની આજુબાજુ ચાલીઓ બનાવીને આપેલી બહારથી પરદેશીઓ આવીને સ્થાયી થયેલ છે તેમને તેમનો સમાજ આગળ લાવે છે, જેથી તે સમાજ આગળ છે, છોકરાઓને કોઈ કોર્સ કરવો હોય તો પહેલા તો ક્યાં રહે તે પ્રશ્ન છે દેશના વડાપ્રધાન વિશ્વકર્મા સમાજને આગળ લાવવા પ્રયત્ન કરી રહેલ છે ,સ્કીલ યુનિવર્સિટી આયોગ નિગમ બનાવવાની વાતો કરે છે પરંતુ સ્વતંત્ર રીતે છોકરાઓ સ્થાયી થાય તે માટે રહેવાની ખાવા પીવાની ખાસ વ્યવસ્થા થાય તો આપણો સમાજ જરૂર આગળ આવશે, બહારથી શહેરમાં હોસ્પિટલોમાં દર્દીઓ ના સંબંધીઓને રહેવા માટેની પણ સગવડ નથી હોતી, મોટી મોટી વાડીઓ બનાવવાથી સમાજનો ઉદ્ધાર થવાનો નથી, વાડીઓ તો ફક્ત મેળાવડા માટે સમૂહ લગ્ન માટે જ વપરાય છે તેમાં કંઈ સમાજનો ઉદ્ધાર થવાનો નથી

માહિતી : શ્રી ધનજીભાઈ પંચાલ (પ્રાઈડ ઓફ પંચાલ ફાઇન્ડર) અમદાવાદ


ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું