ક્ચ્છ ના નખત્રાણા ખાતે શ્રીઅખિલ કચ્છી લુહારજ્ઞાતિ મહામંડળ દ્વારા આયોજીત સમૂહ લગ્નોત્સવ માટે મળી મીટીંગ

 તારીખ 17/01/2023 ને મંગળવારના રોજ નિષ્કલંકીધામ  નખત્રાણા ખાતે , શ્રી અખિલ કચ્છી લુહાર જ્ઞાતિ મહામંડળ દ્વારા આયોજીત નવમો નિઃશુલ્ક સમૂહ લગ્નોત્સવ નિર્ધારિત કરેલ છે. જેના આયોજનની ફાઇનલ રૂપરેખા ઘડવા હેતુસર તારીખ 18/12/2022 ના રોજ  લુહાર સમાજવાડી નખત્રાણા ખાતે , મહામંડળના પ્રમુખ શ્રી અશ્વિનભાઇ પઢારીયાના અધ્યક્ષ સ્થાને , એક અગત્યની કારોબારી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું . 

  જેમાં યોજાનાર નવમા સમૂહલગ્ન માટે વિવિધ સમિતિઓની રચના કરીને , તમામ હોદ્દેદારોને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવેલ હતી . આ સમૂહલગ્નમાં કુલ્લ છ નવદંપતિ પ્રભુતામાં પગલા માંડશે , તેની સૌને જાણકારી આપી આમંત્રણ પત્રિકાનું વિતરણનું કામ શરૂ કરી , શહેર તેમજ ગ્રામ્ય ને પત્રિકા વિતરણની જવાબદારી કાર્યકરોને સોંપી હતી . આ મિટિંગમાં મહામંડળના ટ્રસ્ટીશ્રી ખુશાલભાઇ વાઘેલા , સલાહકાર સમિતિના વડિલ શ્રી રમેશભાઇ પિત્રોડા , શ્રી પ્રવિણભાઇ પઢારીયા , શ્રી ગોવિંદભાઇ વાઘેલા , શ્રી જેન્તીભાઇ પિત્રોડા , શ્રી મનોજભાઇ પિત્રોડા , શ્રી તરૂણભાઇ પિત્રોડા , નવયુવક મંડળના પ્રમુખ પ્રદિપભાઇ પરમાર , મહિલા મંડળના પ્રમુખ હીનાબેન ઉમરાણીયા તેમજ સમાજના કારોબારી સભ્યો , મહિલા મંડળના સભ્યો , નવયુવક મંડળના સભ્યો તેમજ સમાજના ભાઇ - બહેનો તેમજ વડિલો ઉપસ્થિત રહીને માર્ગદર્શન મેળવેલ હતું . જેમાં દરેક આગેવાનોએ ઉમળકાભેર આવકાર આપીને , આ આયોજનમાં સહકાર આપવા ખાત્રી આપી , સૌના સાથ - સહકારથી આ સમૂહલગ્નને ભવ્ય બનાવવા નેમ વ્યક્ત કરેલ હતી .

વિડીયો

તમામ માહિતી અમારા સહયોગી શ્રી નિર્મલ કુમાર આસોડિયા દ્વારા આપવામાં આવી હતી.

◆◆◆◆◆◆◆◆

તમારા વ્યવસાય ની જાહેરાત માટે અમારો સંપર્ક કરો

વોટ્સએપ : 91046 33987

ઇમેઇલ : shreeintero@gmail.com

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું