શ્રી કચ્છી મેવાડા સુથાર સમાજ ભુજ દ્વારા રાંદલ માતાજીના મંદિર ની ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

 શ્રી કચ્છી મેવાડા સુથાર સમાજ ભુજ દ્વારા રાંદલ માતાજીના મંદિર ની ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

    ભુજ તાલુકાના માધાપર ગામે રાંદલ ધામ મધ્યે શ્રી કચ્છી મેવાડા સુથાર સમાજ દ્વારા શ્રી રાંદલ માતાજીના મંદિરનું નિર્માણ કરી અને તા્.૧૩/૧૨/૨૦૨૨ થી  ૧૫/૧૨/૨૦૨૨ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયું હતું જેમાં પ્રથમ દિવસે ગણપતિ પૂજન, નવગ્રહ પૂજન, સાંસ્કૃતિક કાર્યક્રમ, રાસ ગરબા નો કાર્યક્રમ તથા દ્રીતીય દિવસે જલયાત્રા, પૂજન આરતી, પધારેલા સાધુ-સંતો તથા મહેમાનો નો સન્માન કાર્યક્રમ તથા રાત્રે સમાજના કલાકારો દ્વારા ભજન સંતવાણી રાખવામાં આવેલ હતી. તેમજ તૃતીય દિવસે પ્રાણપ્રતિષ્ઠા સ્થાપન, આરતી, ચડાવા તથા દાતા પરીવાર નો સન્માન વગેરે નો આયોજન હતું.


     આ પ્રસંગે મહંતશ્રી દિલીપ રાજા કાપડી, પ્રદિપ્તાનંદજી સ્વામી,શ્રી લાલગીરી બાપુ રૂદ્રાણી જાગીર, શ્રી લક્ષ્મણગીરી હાબાય જાગીર, શ્રી જગજીવનદાસજી રવિભાણ આશ્રમ બિબ્બર, શ્રી રૂદ્રગીરીબાપુ રવેચી મંદિર કોટાય, શ્રી ચંદ્રગીરી બાપુ ચાવડકા રખાલ તેમજ શ્રી ગીરધરગીરી બાપુ મૌનીઆશ્રમ ઢોરી વગેરે હાજર રહ્યા હતા અને આશીર્વચન આપ્યા હતા.  તેમજ કચ્છ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી પારુલબેન કારા, કચ્છ પાટણ આહીર સમાજના પ્રમુખ ત્રિકમભાઈ આહીર, અરજણભાઇ ભુડીયા તેમજ અનેક સામાજિક તેમજ રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા. 

વિડીયો

    સમગ્ર આયોજનમાં માધાપર મિત્ર મંડળ અંજાર યુવક મંડળ તેમજ માધાપર મહિલા મંડળે ખૂબ જ સહયોગ આપેલ હતું. સમગ્ર પરમાર પરિવાર દ્વારા આ ભૂમિદાન કરવામાં આવેલ છે તેમજ તેમજ મુખ્ય હવનના યજમાન પદે સવિતાબેન પરસોતમભાઈ ચૌહાણ તેમજ મુખ્ય આરતીના યજમાન પરિવાર શ્રી લક્ષ્મીબેન ખીમજીભાઈ પરમાર, ધ્વજારોહણ ના યજમાન હિરેન દયારામભાઈ પરમાર અંજાર તેમજ ૨ દિવસ ના મહાપ્રસાદ ના દાતા શ્રી નારણભાઈ શીવજીભાઈ તુવર તથા ૧ દિવસ ના મહાપ્રસાદ ના દાતા કાનજીભાઈ રવજીભાઈ ચાવડા ધાણેટી વાળા રહ્યા હતા.

    આ સમગ્ર કાર્યક્રમનો સંચાલન નરેન્દ્ર ભાઈ સુથાર (રાજકોટ) તથા આભાર વિધિ પ્રમુખશ્રી મનજીભાઈ ચાવડા કરેલી હતી.

ખૂબ જ ટૂંકા ગાળામાં ભવ્ય મંદિર નિર્માણ અને મહોત્સવને સફળ બનાવવા માટેની જહેમત પ્રમુખશ્રી મનજીભાઈ ચાવડા,મંત્રી શ્રી કાંતિભાઈ નાગનેશીયા, દીપકભાઈ નારણભાઈ ચૌહાણ ખજાનચી રમેશભાઈ વિશ્રામભાઇ ચૌહાણ સહમંત્રી શ્રી લાલજીભાઈ ગોપાલભાઈ બાલા સહજાનચી તથા સભ્યો શ્રી ગોપાલભાઈ પરમાર શ્રી કાનજીભાઈ ચાવડા શ્રી મનજીભાઈ પરમાર શ્રી મનજીભાઈ નાગનેશિયા તેમજ શ્રી નારણભાઈ બાલાએ કરી હતી.

◆◆◆◆◆◆◆◆◆

નોકરી વિશે જાહેરાત


પ્રોપર્ટી લે વેચ જાહેરાત


મેરેજ બ્યુરો જાહેરાત


યાત્રા પ્રવાસ ની જાહેરાત


વાહન લે વેચ જાહેરાત


વ્યવસાય ની જાહેરાત


તમામ પ્રકાર ની જાહેરાત માટે અમારો સંપર્ક કરો

વોટ્સએપ : 91046 33987

ઇમેઇલ : shreeintero@gmail.com

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું