શ્રી વિશ્વકર્મા મંદીર ટ્રસ્ટ , ડાકોર ૭૧ મી વાર્ષિક સાધારણ સભા
શ્રી વિશ્વકર્મા મંદીર ટ્રસ્ટ , ડાકોરનો ૭૧ મી વાર્ષિક સાધારણ સભા તા .૦૩ / ૦૮ / ૨૦૨૨ બુધવારના રોજ સવારે ૧૦.૦૦ કલાકે શ્રી વિશ્વકર્મા મંદીરમાં આયોજિત કરેલ. શ્રી વિશ્વકર્મા મંદિર ટ્રસ્ટ ડાકોર દ્વારા જનરલ મીટીંગ નું આયોજન કરવામાં આવેલ જેમાં પ્રમુખ ચંદ્રવદન મિસ્ત્રીએ દરેકનું શાબ્દિક સ્વાગત કરેલ જનરલ સભાના અધ્યક્ષ તરીકે અમિતભાઈ સુથારની વર્ણી કરવામાં આવેલ સંસ્થાના સહમંત્રી વિપુલ અશોકભાઈ ગજ્જરએ સમગ્ર સભાનું સંચાલન કરેલ સમાજના વિદ્યાર્થી વિદ્યાર્થીઓનો ને ઇનામ વિતરણ નો કાર્યક્રમ કરવામાં આવેલ જેનું સમગ્ર સંચાલન ગૌતમભાઈ રતિલાલ સુથાર , જયંતીભાઈ સુથાર અને આનંદભાઈ ઘડીયાળીના અથાક પ્રયત્નોથી કરવામાં આવેલ .
આ ઉપરાંત આગામી પાંચ વર્ષ માટેના દરેક સમાજના આજીવન સભ્યોએ તેમના સમાજનું પ્રતિનિધિત્વ કરવા માટે ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવેલ . સભાના અધ્યક્ષ એ શ્રી વિશ્વકર્મા મંદિર ટ્રસ્ટ ડાકોર ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે અને આગામી દિવસોમાં સંસ્થાનો વિકાસ થાય તેમ જણાવેલ . ત્યારબાદ વ્યવસ્થાપક કમિટી ની મીટીંગ નું આયોજન કરવામાં આવેલ જેમાં આગામી પાંચ વર્ષ માટેના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવેલ . જેમાં પ્રમુખ તરીકે નિમેષ વિષ્ણુભાઈ સુથાર , ઉપપ્રમુખ મુકુંદભાઈ વાઘજીભાઈ મિસ્ત્રી , મંત્રી જયંતીભાઈ મંગળભાઈ મિસ્ત્રી , ઉપ - મંત્રી - ગજ્જર વિપુલ અશોકભાઈ , ખજાનચી ડો . દીપકભાઈ જનકભાઈ સુથાર , સહ - ખજાનચી પિનાકીન ભઈલાલભાઈ મિસ્ત્રી , આંતરિક ઓડિટર ભઈલાલભાઈ ઈશ્વરભાઈ પંચાલ અને સહ - આંતરિક હેમંત કનૈયાલાલ પંચાલની સર્વનું મતે નિમણૂક કરવામાં આવેલી
નવા વરાયેલા પ્રમુખ નિમેશ વિષ્ણુભાઈ સુથારે તેમના આગામી પાંચ વર્ષની રૂપરેખામાં સંસ્થાના વિકાસમાં દરેક ટ્રસ્ટીઓને સાથે રહેવા અપીલ કરેલ આ ઉપરાંત ભૂતપૂર્વ પ્રમુખશ્રી ચંદ્રવદન મિસ્ત્રીએ દરેકને શુભેચ્છા પાઠવેલ અને આગામી દિવસોમાં કમિટીની સાથે રહી ખબે ખભા મિલાવીને કાર્ય કરવા જણાવેલ . અંતમાં આભાર વિધિ સહમંત્રી વિપુલ અશોકભાઈ ગજ્જર દ્વારા કરવામાં આવેલ . આભાર સહ ,
મંત્રી ( નિમેશ વિષ્ણુભાઈ સુથાર ) ( જયંતીભાઈ મંગળભાઈ મિસ્ત્રી )
Published by Chief editor Umesh Gajjar
