વિશ્વકર્મા સમાજનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ વિશ્વકર્મા રત્ન એવોર્ડ 2022 નોમીનેશન શરૂ

 વિશ્વકર્મા સમાજનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ વિશ્વકર્મા રત્ન એવોર્ડ 2022 નોમીનેશન શરૂ


વિશ્વકર્મા સમાજની અનેક પ્રતીભાઑએ જીલ્લા, રાજય, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી સમાજનું ગૌરવ વધાર્યું છે.આવી વિશ્વકર્મા સમાજમાં રહેલી પ્રતીભાઓને ઉજાગર કરવાના ઉદેશ સાથે બીજા વર્ષની ભવ્ય સફળતા બાદ સતત ત્રીજા વર્ષે વિશ્વકર્મા સમાજનો સૌથી પ્રતીષ્ઠીત ઍવોર્ડ “ વિશ્વકર્મા રત્ન એવોર્ડ” 2021” નું આયોજન પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ દ્વારા કરવામાં આવ્યું છે.

જેમાં નોનીનેશન ફોર્મ ભરવાની પ્રક્રીયા આજ ( 30/07/2022) થી શરૂ કરી દેવામાં આવી છે. વિશ્વકર્મા રત્ન એવોર્ડ ના નોમીનેશન ફોર્મ પંચાલ, લુહાર, સુથાર, ગજ્જર, અને તમામ વિશ્વકર્મા વંશજ આ ફોર્મ ભરી શકશે. જેમાં જે કોઈ પણ વિશ્વકર્મા વંશજે સંગીત ક્ષેત્રે, ફિલ્મજગત ક્ષેત્રે, ડાન્સ ક્ષેત્રે, રમત ગમત ક્ષેત્રે, શૈક્ષણીક ક્ષેત્રે, સામાજીક ક્ષેત્રે, વ્યવસાયીક ક્ષેત્રે કે કોઈ પણ ક્ષેત્રે વીશીષ્ટ સીધ્ધી હાંસલ કરી સમાજનું ગૌરવ વધાર્યું તે તમામ વિશ્વકર્મા વંસજો આ નોમીનેશન ભરી શકશે.

નોમીનેશન ફોર્મ નીચે આપેલી પંચાલ યુવા સંગઠનની વેબસાઇટ પર જઈ ડાઉનલોડ માં VRA 2022 nomination form પર ક્લીક કરી નોમીનેશન ફોર્મ મેળવી શકાશે અને ડાઉનલોડ કરી શકાશે.

પંચાલ યુવા સનગઠનની વેબસાઇટની લીંક : https://www.panchalyuvasangathan.com

વધુ વિગતો માટે અથવા સ્પોન્સરશીપ આપવા માટે +91-9898991110, 9510124545 ઉપર સંપર્ક કરવો.

જય વિશ્વકર્મા

પંચાલ યુવા સંગઠન–ગુજરાત પ્રદેશ

 

Published by Chief editor Umesh Gajjar 


ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું