વિશ્વકર્મા મહાસભાની ગુજરાત પ્રદેશ કાર્યકરણીની બેઠક સંત શિરોમણીશ્રી ધીરૂ બાપુના સાનિધ્યમાં શ્રી રામદેવજી આશ્રમ, બોઘરીયાણી- સાવરકુંડલા ખાતે યોજાઇ હતી.આ બેઠકમાં અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને વિશ્વકર્મા મહાસભા ગુજરાત પ્રદેશના પ્રભારી શ્રી રમેશભાઇ કે. વાઘેલા, પ્રદેશ અધ્યક્ષશ્રી દુર્લભજીભાઈ મકવાણા, પ્રદેશ મહામંત્રીશ્રી કિશોરભાઈ રાઠોડ-પત્રકાર, લુહાર સમાજના ભામાશા અને નિરમા ગ્રુપના શ્રી પરષોતમદાસ પિત્રોડા ઉર્ફે દાસ કાકા, દ્વારકા લુહાર સમાજના પ્રમુખ અને મહાસભાના પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી રસીકભાઇ કવા, ગોંડલ જેપી પિત્રોડા સુરેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને પ્રદેશમંત્રીશ્રી રાજુભાઇ પી. પિત્રોડા, કચ્છના વિશ્વકર્મા સંગઠનના આગેવાન અને પ્રદેશ સહ કોષાધ્યક્ષશ્રી મનહરલાલ પિત્રોડા ઉર્ફે મામા, જુનાગઢના પ્રમુખશ્રી અને પ્રદેશમંત્રીશ્રી શાંતિભાઇ કવા, જુનાગઢ તળેટીના પ્રમુખશ્રી અને પ્રદેશ સંગઠનમંત્રીશ્રી હરેશભાઇ કારેલિયા, જુનાગઢ કવાવાડીના પ્રમુખશ્રી અને વિશ્વકર્મા મહાસભાના ટ્રસ્ટીશ્રી અશોકભાઇ ડોડીયા, જામનગરથી લુહાર સમાજ જામનગરના ટ્રસ્ટી અને વિશ્વકર્મા મહાસભાના ટ્રસ્ટીશ્રી બળવંતભાઇ રણછોડભાઇ દાવડા, સુરતથી શ્રી રામભાઇ કારેલીયા,દિપકભાઇ કારેલીયા, વિનોદભાઇ ગોહીલ,રમેશભાઇ ચુડાસમા, સાવરકુંડલા યુવકમંળના પ્રમુખશ્રી જયદિપભાઇ પરમાર, મંત્રીશ્રી ભાવેશભાઇ કવા, પ્રો.રાજેન્દ્રભાઇ ચુડાસમા, દ્વારકાના ઉપપ્રમુખશ્રી રમેશભાઇ કવા, શ્રી દેવાંગભાઇ મકવાણા, રાજકોટથી શ્રી ભાવેશભાઇ પિત્રોડા, પત્રકાર શ્રી પ્રવીણભાઈ કવૈયા, પત્રકારશ્રી પરેશભાઇ દાવડા, અમરેલીથી સમાજના આગેવાન અને દાદાસાહેબ ફાળકે એવોર્ડ વિજેતા તથા લોકસામના ન્યુઝના ચીફ શ્રી પ્રવીણભાઇ મકવાણા, પોરબંદરથી શ્રીમતિ હર્ષાબેન મારૂ, અમદાવાદથી શ્રી અશ્વિનભાઇ ચૌહાણ, શ્રી નાથાભાઇ પિત્રોડા, મહુઆથી એક્સપ્રેસ ન્યુઝના શ્રી પિયુષભાઇ લોહાર તેમજ ગુજરાતના વિદ વિદ વિસ્તારમાંથી વિશ્વકર્મા સમાજના આગેવાન ભાઇ બહેનો પધાર્યા હતા.
દિપ પ્રાગટ્ય અને વિશ્વકર્માદાદાની પૂજા અર્ચના બાદ મંચ ઉપર ઉપસ્થિત સંત શિરોમણીશ્રી ધીરૂબાપુ શ્રીરામદેવજી આશ્રમ, લુહાર સમાજના ભામાશા અને નિરમા ગ્રુપના શ્રી પરષોતમદાસ પિત્રોડા ઉર્ફે દાસ કાકા, દ્વારકા લુહાર સમાજના પ્રમુખ અને મહાસભાના પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી રસીકભાઇ કવાનું અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને વિશ્વકર્મા મહાસભા ગુજરાત પ્રદેશના પ્રભારી શ્રી રમેશભાઇ કે. વાઘેલાએ ફુલહાર અને શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું.
સાંપ્રત સમયમાં જયારે દરેક સમાજ દરેક ક્ષેત્રે પ્રગતિની હરણફાળ ભરી રહયા છે એવામાં વિશ્વકર્મા સમાજની પ્રગતિની ગતિ અન્ય સમાજો કરતા મંદ કેમ? કલા કારીગીરીને વરેલા અને અસંગઠીત ક્ષેત્રના લોકો પોતાની કલા કારીગીરી ક્ષેત્રે ઓળખ ઉભી કરવામા નિષ્ફળ કેમ? સરકારની યોજનાઓથી તેમજ સરકારની સતાની ભાગીદારીથી વંચિત કેમ?
આ વિષયો પર વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી અને આ વિષય પર યુવાનોને પ્રેરણા કેમ મળે તે માટે પણ આવતા સમયના આયોજન ઉપર વિચાર વિમર્શ કરવામાં આવ્યા.આ પ્રસંગે સમગ્ર ગુજરાત ભરમાંથી વિશ્વકર્મા મહાસભાના હોદ્દેદારો તેમજ તમામ ગામ શહેર અને મહાનગરના આગેવાનોનું સંત શિરોમણીશ્રી ધીરૂબાપુ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને સૌએ સાથે મળી વિશ્વકર્મા સમાજને એક સામાજીક ક્રાંતિની દિશામાં આગળ લઇ જવા પોતાનું દાયિત્વ અદા કરવા નિર્ધાર વ્યકત કર્યો હતો.
"बिना संगठन कोइ शक्ति नही ओर बिना शक्ति कोइ सुनता नही"
સૌ ને અમારા ।।જય વિશ્વકર્મા।।
રમેશભાઇ કે. વાઘેલા
પ્રભારીશ્રી-વિશ્વકર્મા મહાસભા
રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી-અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભા









